વૃષભ જાતકોનો સ્વભાવ

વૃષભ જાતકોનો સ્વભાવ

વૃષભ જાતકો પ્રબળ ઈચ્છાશક્તિ ધરાવતા હોય છે.
ધ્યેય પર ધ્યાન આપવાનું તેમનામાં રહેલું સામર્થ્ય તેમને તેમની લક્ષ્યાંક સિધ્ધિ સુધી લઈ જાય છે. જીવનમાં સ્થિરતા અને સાદાઈ ભલે બીજાને કંટાળાજનક લાગતી હોય તેમ છતા આપ તમારા જીવનમાં આ જરૂરિયાત પૂર્ણ કરવા માટે આપની જીવનશૈલીને વ્યવહારુ અને કાર્યરત કરવા પ્રયત્નશીલ રહેશો. આપની જાજરમાન પ્રતિષ્ઠાને જોખમમાં મૂકે તેવા કોઈપણ બિનજરૂરી જોખમોને આપ હંમેશા ટાળો છો. વૃષભ જાતકો અન્ય લોકોની સંવેદનાઓને સમજે છે અને તેની માવજત લે છે જેના કારણે બીજું બધું જ સચવાઈ જતું હોય છે. શક્ય છે કે આપ સુખસુવિધાઓ અને ભૌતિક બાબતો પ્રત્યે વધુ આકર્ષાયેલા રહો અને લક્ષ્ય તરફ આપનું ઓછું ધ્યાન હોય. વૃષભ જાતકો રહેઠાણ અને કામકાજના સ્થળે વધુ આનંદપ્રદ અને આરામદાયક માહોલ મળી રહે તેની ખાસ તકેદારી રાખતા હોય છે. આપ સારા વસ્ત્રો, ભોજન, સંગીત અને સુંદર પડદા અને ગાલીચા જેવી ચીજો સાથે આપની આસપાસના વાતાવરણને વધુ જીવંત અને સુંદર બનાવવા ઈચ્છુક રહો છો. સૌથી વ્યવહારુ ગણાતી આ રાશિના જાતકોનો વિવેકી અને પ્રબુદ્ધ દ્રષ્ટિકોણ તેમની એક શ્રેષ્ઠ ઓળખ છે. તમારા મતે પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતી ચીજો અંગે આપ ધારો છો કે સાધન સંપત્તિની ભૌતિક દુનિયાથી પણ આગળ સાચી સુંદરતા રહેલી છે.

ગ્રહ સ્વામીઃ શુક્ર
પૃથ્વીની સૌથી નિકટનો બીજા ક્રમનો ગ્રહ શુક્ર છે જે પ્રેમ અને કામેચ્છાનું પ્રતિક છે. શુક્ર રોમાન્સ અને સૌંદર્ય સાથે સંબંધ ધરાવે છે. જો કે શુક્ર માત્ર શારીરિક પ્રેમ જ નહીં પરંતુ શાશ્વત અને આદર્શ પ્રેમનું પણ પ્રતિક છે. આ ગ્રહ આપણામાં પ્રિયજન પ્રત્યે આકર્ષણ ભાવના પેદા કરે છે. શુક્ર ખૂબ જ વિલાસી અને સરળ ગ્રહ છે.

બીજું સ્થાનઃ માલિકી
કુંડળીમાં બીજું સ્થાન આપણા માટે જે વસ્તુ મૂલ્યવાન હોય છે તેના પર આધિપત્ય દર્શાવે છે. તેના પ્રભાવમાં અંગત માલિકીપણું પણ આવે છે. કોઈપણ વસ્તુ કે જે આપણા માટે અંગત રીતે મૂલ્યવાન હોય છે તે તમામ બીજા સ્થાન સાથે સંબંધ ધરાવે છે. ઘણી વખત વાસ્તવમાં સામાન્ય પરંતુ આપણા માટે મહત્વની હોય તેવી બાબતોમાં આ સ્થાન બળવાન હોય છે.

વૃષભ રાશિનું તત્વઃ પૃથ્વી
પૃથ્વી તત્વ સ્વાભાવિક પણે વ્યવહારુ ગુણ દર્શાવે છે. તદનુસાર વૃષભ જાતકોનું જીવન કલ્પનાઓના બદલે વાસ્તવિકતા પર આધારિત હોય છે. તેમના જીવનમાં લાગણીઓ કે વિચારોના બદલે સંવેદના વધારે મહત્વપૂર્ણ હોય છે. આ જાતકો હંમેશા જમીન પર પગ રાખીને ચાલે છે. તેમની સમજણશક્તિને કારણે લોકો તેમની પાસે સલાહ માંગે છે. આ જાતકો હંમેશા જે કંઈ નજરે જુએ છે તેને જ સાચું માને છે.

વૃષભ જાતકોની શક્તિઃ
વૃષભ જાતકો માટે જીવન પ્રત્યે બુધ્ધિગમ્ય અને સમજદારીભર્યો દ્રષ્ટિકોણ તેમનામાં રહેલું સૌથી બળવાન પાસું છે.
વૃષભ જાતકોની નબળાઈઃ
વૃષભ જાતકોની સૌથી મોટી નબળાઈ એ છે તેમને જો તેમની લાયકાત કરતાં ઓછું મળે તો પણ તેને સ્વીકારી લે છે.

વૃષભ સાપ્તાહિક ફળકથન – 17-09-2017 – 23-09-2017

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર