સરકારી કોન્ટ્રાક્ટ્સ, સરકારી નોકરી, પ્રિન્ટિંગ, રસાયણ, દવાઓ, કાગળ ઉદ્યોગ વગેરેમાં કામ કરતા જાતકો માટે પૂર્વાર્ધનો સમય મંદીનો છે જ્યારે ઉત્તરાર્ધમાં તમે વધુ વેપાર કરશો અને કામકાજમાં વિસ્તરણની શક્યતા પણ વધશે. દેશાવર કાર્યો ધીમી ગતિએ આગળ વધે પરંતુ તમારી કામકાજની સુઝ સારી રહેશે જેથી તમારું સ્થાન મજબૂત કરી શકો. નોકરિયાતોને પૂર્વાર્ધમાં ઉપરીઓનો સહકાર ઓછો મળે. પહેલા સપ્તાહ પછી બૌદ્ધિકચાતુર્ય દ્વારા સારા નિર્ણયો લઇ શકો.