Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – સિંહ સુસંગતતા
વૃષભ અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા
બંને રાશિના જાતકોમાં દૃઢ નિર્ણયશક્તિ સામાન્ય લાક્ષણિકતા છે. સિંહ જાતક જાહેરમાં પોતાની તરફ બધાનું ધ્યાન કેન્દ્રિત થાય તેવું ઇચ્છે છે, જ્યારે વૃષભ જાતક માત્ર પોતાના નિકટના સ્વજનોની આસપાસ પોતાનું સલામત સ્થાન શોધે છે. એમ છતાં બંને જણાના વ્યકિતગત સ્વભાવ અને મિજાજ તેમ જ વિસંગતતાના કારણે તેમની વચ્ચે કેટલીક સમસ્યાઓ ઉદભવે છે. પરંતુ પ્રેમ અને આવેગ આ બંને બાબતોમાં તેમની વચ્ચે સારો સુમેળ જામે છે, બંને શક્તિથી ભરપૂર તેમજ સક્રિય હોવાથી જો તેમની વચ્ચેની સમસ્યાઓ ઉકેલાઈ જાય તો સારું કામ કરી શકે.
વૃષભ પુરુષ અને સિંહ મહિલા વચ્ચેની સુસંગતતા આ બંનેને પ્રેમની કડીથી સાંકળતી અને તેમની વચ્ચેના સુમેળને દૃઢ કરતી એક બાબત આવેશ અને ઉત્કટ લાગણીઓ છે. વૃષભ પુરુષ ખર્ચ કરવામાં કંજૂસ હોય છે અને બિનજરૂરી ખર્ચ કરવામાં માનતો નથી. પરંતુ તેની સિંહ મહિલા જોડીદાર હંમેશા પોતાની મોજમજા પાછળ વૃષભ પુરુષને સારો એવો ખર્ચ કરવા મજબૂર કરે છે. પરંતુ તેઓ બંનેનું આ વલણ તેમની વચ્ચેના સુમેળને અસર પહોંચાડતું નથી કારણ કે તેઓની વચ્ચે પ્રેમનું બંધન એટલું મજબૂત હોય છે કે તેઓ એકબીજા માટે જ બન્યા છે એવું માને છે.
વૃષભ મહિલા અને સિંહ પુરુષ વચ્ચે સુસંગતતા વૃષભ સ્ત્રી અહંકારી હોય છે અને સંબંધોને લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો તેણે પોતાના અહંને બાજુ પર મૂકીને સમાધાન કરવું પડે છે. સિંહ પુરુષ જાતક હંમેશા બીજાનું ધ્યાન પોતાની ઉપર કેન્દ્રિત રહે તેવો પ્રયાસ કરે છે, જે વૃષભ મહિલાના અહંને ઠેસ પહોંચાડે છે. સ્ત્રીએ હંમેશા પોતાના ગુસ્સાને કાબુમાં રાખવો પડશે અને પુરુષને પણ બોલવાની તક આપવી પડશે. પરંતુ આ બંને રાશિની જોડીનો મનમેળ એટલો ખરાબ પણ નથી કારણ કે પુરુષ સ્ત્રી પ્રત્યે પ્રેમ, લાગણી અને નિષ્ઠા દાખવવાનું ચાલુ રાખશે. વૃષભ મહિલા સિંહ પુરુષની રોમેન્ટિક ચેષ્ટાઓનો આનંદ માણશે.