Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – મિથુન સુસંગતતા
વૃષભ અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા
વૃષભ જાતક કાચબાની જેમ ધીમી પણ મક્કમ ગતિએ જીવનમાં હંમેશા આગળ વધે છે. તેઓ ખૂબ જ ઠંડા મિજાજના અને માનસિક સ્વસ્થતા ધરાવતા હોય છે. મિથુન જાતકોમાં માનસિક સ્થિરતા ઓછી હોય છે. તેઓ સ્વભાવે મોટાભાગે બેચેન હોય છે. આ વિરોધાભાસી લક્ષણો કયારેક તેમના સંબંધોમાં સમસ્યા સર્જે છે. પરંતુ આ વાત તેમના સંબંધમાં ભંગાણનું કારણ નથી બનતી, જ્યારે વૃષભ જાતક મિથુન જાતક સાથે સમાધાનકારી વલણ અપનાવે અને મિથુન જાતક વૃષભ જાતક પાસેથી સાતત્ય જાળવવાનું શીખે તો સુસંગતતા માટેની સમસ્યાઓ તેમનાથી સો માઈલ દૂર રહે છે.
વૃષભ પુરુષ અને મિથુન મહિલા વચ્ચેની સુસંગતતા વૃષભ પુરુષના આત્મવિશ્વાસ અને અખૂટ શક્તિના કારણે મિથુન રાશિની સ્ત્રી જાતક તેના તરફ બહુ આસાનીથી આકર્ષાય છે, અને તરત જ તેના પ્રેમમાં પડી જાય છે. પરંતુ જયોતિષશાસ્ત્રની દૃષ્ટિએ આ સંબંધ કેટલો લાંબો સમય ટકશે તે કહી શકાતું નથી. મિથુન સ્ત્રીના થનગનાટભર્યા ઉત્સાહી સ્વભાવને વૃષભ પુરુષની માલિકીની ભાવના ગુંગળાવી નાખે છે. તેઓ જ્યારે સહજીવનની શરૂઆત કરે ત્યારે વૃષભ પુરુષ એવું ઇચ્છે છે કે તેની સ્ત્રીનો થનગનાટ ઓછો થાય અને તે થોડી ઠરેલી અને ઠાવકી બને. બંને પાત્રો જો પારસ્પરિક મતભેદોનું સમાધાન કરી શકે તો એકબીજાના ખૂબ સારા પૂરક બની શકે છે.
વૃષભ સ્ત્રી અને મિથુન પુરુષ વચ્ચેની સુસંગતતા મિથુન પુરુષ સ્ત્રી લોલુપ હોય છે અને પ્રણયચેષ્ટાઓ કરવામાં માહેર હોય છે, તેથી વૃષભ સ્ત્રીને તેની ઇર્ષા આવે છે અને તે પોતાના પુરુષ પ્રત્યે વધુ ને વધુ આધિપત્ય ધરાવતી થાય છે. વૃષભ સ્ત્રી હંમેશા મિથુન પુરુષ પાસેથી નિષ્ઠા અને સુરક્ષા ઇચ્છતી હોય છે. જ્યારે મિથુન પુરુષ ઉત્પાતિયા અને વધારે પડતા સક્રિય હોય છે. જો તેઓ બંને સંબંધ જોડવા ઇચ્છતા હોય તો ગણેશજી તેમને ઘણી બધી સમજદારીથી કામ લેવાની, મોડીરાત સુધી ફિલ્મો ન જોવાની અને બહાર ફરતા રહેવાનું ભૂલી જવાની સલાહ આપે છે.