Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – મકર સુસંગતતા
વૃષભ અને મકર રાશિ વચ્ચે સુસંગતતા
જીવનની આધ્યાત્મિક અને ફિલસૂફીભરી બાબતોનો સવાલ છે ત્યાં સુધી આ રાશિઓ વચ્ચે ઘણો સારો સુમેળ હોય છે. બંને જાતકો જીવન પ્રત્યે વ્યવહારૂ અભિગમ ધરાવે છે. મકર જાતકનો મહત્વાકાંક્ષી અને શાંત સ્વભાવ વૃષભ જાતકને આકર્ષે છે. વૃષભ જાતકની દૃઢ નિર્ણયશક્તિથી મકર જાતક આકર્ષાય છે. જીવનની અન્ય બાબતો તરફ આ બંને જાતકો પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતા હોવાથી તેઓ જીવનનો આનંદ માણવામાં નિષ્ફળ થાય છે. પરસ્પર સમજદારી, વિશ્વાસ અને સમાન અભિરૂચિના કારણે આ બંને રાશિઓ વચ્ચે સૌથી વધારે સુમેળ રહે છે.
વૃષભ પુરુષ અને મકર મહિલા વચ્ચે સુસંગતતા પ્રેમની બાબતમાં બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ હોવાથી તેઓ પોતાના સપનાં પૂરા કરી શકે છે. તેમના સંબંધો કાયમ માટે ટકે છે કારણ કે બંનેનો સ્વભાવ રોમેન્ટિક અને પ્રેમાવેશ ભર્યો છે. મકર મહિલા જાતકો પોતાનો જીવનસાથી જ્યારે આખો દિવસ સખત મહેનત કરીને ઘેર પાછો ફરે ત્યારે તેને હૂંફ સાથે આવકારવા અને તેની સંભાળ લેવા હંમેશા તૈયાર હોય છે. તેઓ બંને જણાં જીવનમાં સફળતા મેળવવા માટે કૃતનિશ્ચયી અને આતુર હોવાથી પરસ્પર લાગણી અને પ્રેમ ધરાવે છે. મહત્વની ધ્યેય સિદ્ધિ તથા વિજય પ્રાપ્ત કરવા એકબીજાને તેઓ મદદ પણ કરે છે.
વૃષભ મહિલા અને મકર પુરુષ વચ્ચે સુસંગતતા સુસંગતતાની દૃષ્ટિએ આ જોડી શ્રેષ્ઠ પુરવાર થઇ શકે છે. તેમની વચ્ચેનો પ્રેમ હંમેશા જળવાઇ રહે છે. બંનેને એકબીજાની સંગતમાં મજા આવે છે. મકર પુરુષ વૃષભ મહિલામાં પોતાની સંપૂર્ણ જીવન સંગિનીને જુએ છે. મકર પુરુષની ગંભીરતાને તેની વૃષભ પત્ની તેના પ્રેમાળ અને ભરોસાપાત્ર સ્વભાવથી હળવી કરે છે. નજીવા મતભેદોને બાદ કરતાં તેમનો સુમેળ શ્રેષ્ઠ સાબિત થાય છે.