Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – કુંભ સુસંગતતા
વૃષભ અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા
વૃષભ જાતક તંદુરસ્તી ને જોમ-ઉત્સાહથી છલકાતા હોય છે તથા સાદગીમાં માને છે. કુંભ જાતક હંમેશા સમયના પરિવર્તન સાથે કદમ મિલાવવામાં માને છે. વૃષભ અને કુંભ બંને જાતકો સ્વભાવમાં ખૂબ જક્કી અને અક્કડ હોવાથી તેમની વચ્ચે બિનજરૂરી વિસંગતતાઓ સર્જાવાની સમસ્યા ઊભી થાય છે. પ્રેમ પ્રત્યે બેદરકારી રાખવાનું કુંભ જાતકનું વલણ વૃષભ જાતકને ગુસ્સે અપાવે છે, કારણ કે તે વધારે કામવાસના ધરાવતો હોય છે. પોતપોતાની અંગત જરૂરિયાતો સંતોષવા માટે તેમણે પોતાના ધોરણો નક્કી કર્યા હોવાથી આ બંને રાશિઓ વચ્ચે તાલમેલ જામતો નથી.
વૃષભ પુરુષ અને કુંભ મહિલા વચ્ચે સુસંગતતા વૃષભ પુરુષ અને કુંભ મહિલા બંને બિનરૂઢિવાદી જણાય છે અને પ્રથમ દૃષ્ટિએ જ એકબીજા પ્રત્યે આકર્ષાય છે. પરંતુ જીવન પ્રત્યેના વિચારો અને મંતવ્યોમાં બંને વચ્ચે ભિન્નતા હોવાથી તેમની વચ્ચે સુમેળ રહેતો નથી. બંને જણાં પોતાની ઇચ્છાઓ એકબીજા પર લાદવાનો પ્રયાસ કરે છે. એટલે ઇચ્છાઓનું દ્વંદ્વ યુદ્ધ શરૂ થાય છે. વૃષભ પુરુષ જૂનવાણી વિચારધારા ધરાવતો હોય છે. જ્યારે કુંભ મહિલા નવા જમાનાના અને પરિવર્તનશીલ વિચારો ધરાવે છે. એટલે આ બંને વચ્ચેનો સંબંધ એક કોયડો બનીને રહી જાય છે.
વૃષભ મહિલા અને કુંભ પુરુષ વચ્ચે સુસંગતતા આ બંનેના સંબંધનું એક હકારાત્મક પાસું એ છે કે વૃષભ મહિલાને પોતાના કુંભ જોડીદાર પાસેથી જીવનની જુદીજુદી બાબતો વિષે ઘણું બધું જાણવા મળે છે. તેમના પ્રેમસંબંધને સફળતા મળવાની ઓછી શકયતા છે. જોકે, તેઓ પોતાના જિદ્દી વલણથી ઉદભવતા મુર્ખામી ભર્યા કૃત્યોને ભૂલી જવાની અને માફ કરવાની ઉદારતા દાખવે તો કંઇક અંશે તેમનું સહજીવન સફળ બની શકે છે. વૃષભ મહિલાને જીવન પ્રત્યેના પોતાના વિચારોને વળગી રહેવું ગમે છે. આથી ઉલટું કુંભ પુરુષને જીવન અંગેના પોતાના અલગ વિચારો અને સિદ્ધાંતો હોય છે. બંનેના વિરોધાભાસી સ્વભાવોનો કયાંય મેળ ખાતો ન હોવાથી તેમનું સહચર્ય લાંબું ટકતું નથી.