ટૅરો કાર્ડ્સ


ક્વિન ઓફ વૉન્ડ્સ

ક્વિન ઓફ વૉન્ડ્સ એવું ટેરો કાર્ડ છે જે ભાવનાત્મક રીતે પરિપકવ મહિલાને દર્શાવે છે. આપણામાં ભરપુર લાગણીઓ હોવા છતાં, દિલ અને દિમાગ વચ્ચે સમતુલન જાળવવાનું અસાધારણ સામર્થ્ય આપણામાં છે. આ કારણે જ પરિવારમાં બાળકો અને મોટાઓને જ્યારે અહં ટકરાવ થાય અથવા તેઓ પોતાના વિવાદો જાતે ન ઉકેલી શકતા હોય ત્યારે માર્ગદર્શન માટે આપણી પાસે આવે છે. આ પ્રકારની પરિપકવતા આપણે પુસ્તકો વાંચીને નહીં પરંતુ, વાસ્તવિક જીવનમાં સંખ્યાબંધ અનુભવો દ્વારા મેળવી છે, અને એ હકીકત પણ સમજીએ છીએ કે ગરમ મિજાજની વ્યક્તિનો સામનો કરીએ ત્યારે આક્રમક બનવાનો કોઈ જ અર્થ નથી, તેના બદલે આશ્વાસનદાયક શબ્દોથી આપણે ગુસ્સો શાંત પાડવાનો પ્રયત્ન કરીએ તે વધુ અસરકારક પુરવાર થાય છે. આપણા માટે ઘર અને પરિવાર બંને ઘણા મહત્વના છે. આપણી પાસે મજબૂત અભિપ્રાયો છે, પરંતુ પરિવારના અન્ય સભ્યોના મંતવ્યોને પણ સમાન મહત્વ આપીએ છીએ. આપણી પાસે ઘણી દૂરંદેશી છે, અને જ્યારે કોઈ બાબત કે ચીજ મેળવવા માટે મનમાં નિર્ધાર કરી લઈએ પછી આપણને તે હાંસલ કરતા કોઈ જ રોકી શકતું નથી. આપણે પોતાના ધ્યેયો નક્કી કરતી વખતે ઘણા વાસ્તવવાદી રહીએ છીએ. આપણે પ્રમાણિક અને ન્યાયી છીએ, અને કોઈપણ પરિણામની પરવા કર્યા વગર પોતાના મુલ્યોને વળગી રહીએ છીએ. કારકીર્દિમાં પસંદગીનો વખત આવે ત્યારે પણ, આપણે એવી જ નોકરી પસંદ કરીશુ જેમાં આપણા મૂલ્યોના ભોગે કામ કરવાનું ન હોય. આપણને આધ્યાત્મિકતા તરફ ઘણું આકર્ષણ રહે છે અને પોતાની આસપાસના લોકોમાં પણ આધ્યાત્મિક વિચારોનું સિંચન કરવા માંગીએ છીએ. આ કાર્ડનું ફળકથન દર્શાવે છે કે, બીજાની ક્ષમતાઓ અને વિચારોને ક્યારેય નહીં કચડી નાખવાની ઊંચી ભાવનાના કારણે આ બધુ જ શક્ય બને છે, અને આપણે આપણી આસપાસ સૌહાર્દપૂર્ણ માહોલ રચી શકીએ છીએ.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.