For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


પેજ ઓફ વૉન્ડ્સ

પેજ ઓફ વૉન્ડ્સ સાહસનું પ્રતીક દર્શાવતું ટેરો કાર્ડ છે. આપણે ઘણા ધગશવાળા અને શક્તિશાળી છીએ. આપણને ઉત્સાહિત રહેવું અને સાહસ તેમ જ જુસ્સા સાથે પડકારોનો સામનો કરવાનું ગમે છે. આપણે હંમેશા કંઈક નવું જ શોધીએ છીએ. જીવનના વાસ્તવિક અનુભવોમાંથી આપણને ડહાપણ આવતું હોવા છતા, આપણે એવા મનમોજી વ્યક્તિ છીએ જેઓ કોઈપણ ચીજમાં જેટલો ઝડપથી રસ દાખવીએ છીએ એટલો જ ઝડપથી તેમાંથી રસ ઊડી પણ જાય છે. આપણે આસાનીથી કંટાળી જઈએ છીએ અને કામ પૂરું કરવાને માથા પરનો બોજ માનીએ છીએ. આપણને નવીનતા ગમતી હોવાના કારણે આપણને પ્રવાસ કરવાનું, નવી નવી સંસ્કૃતિઓ શોધવાનું તેમ જ નવા મિત્રો બનાવવાનું ઘણું ગમે છે. આપણી માનસિક ક્ષમતાઓ આપણને અન્ય લોકોથી અલગ તારવે છે. આપણે અલૌકિક દ્રષ્ટિ ધરાવતા હોવાથી ભાવિ ઘટનાઓને સરળતાથી જોઈ શકીએ છીએ, માત્ર પોતાના જ નહીં પરંતુ અન્યોના ભવિષ્યમાં પણ ડોકિયું કરવાના સામર્થ્યના કારણે આપણે લોકોમાં અને મિત્ર વર્તુળમાં લોકપ્રિય થઈ શકીએ છીએ, લોકો મોટાભાગની બાબતોમાં આપણું મંતવ્ય અને માર્ગદર્શન માંગે છે. પ્રેમની વાત કરીએ તો આપણે આકર્ષક, સાહસિક અને કામાસક્ત છીએ. આપણે ઉત્કટ પ્રેમી પુરવાર થઈ શકીએ છીએ. સંબંધોમાં આપણે ઘણા ઉત્સાહી હોવા છતા, પ્રણય સંબંધો લાંબો સમય ટકે તેવી શક્યતા નથી કારણ કે આપણને હંમેશા પરિવર્તન અને બદલાવની તીવ્ર ઈચ્છા રહે છે. સતત નવું નવું શોધવા અને જાણવાના આપણા સ્વભાવના કારણે એક જ સ્થળે કે એક જ વ્યક્તિ સાથે લાંબો સમય ઠરીઠામ થવું આપણા માટે ઘણું મુશ્કેલ બની જાય છે. આ કાર્ડ કોઈ સમાચારનો પૂર્વસંકેત, કોઈ સારા સ્થળેથી આમંત્રણ અથવા નવા સાહસમાં વિકાસનો સંકેત દર્શાવે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.