For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈટ ઓફ વૉન્ડ્સ

નાઈટ ઓફ વૉન્ડ્સ સુચવે છે કે આપણે ઘણા મહત્વાકાંક્ષી અને પ્રોત્સાહિત વ્યક્તિ છીએ. આપણી લાગણીઓ ઘણી પ્રબળ છે, અને અનુભવ પણ બહોળો છે. આપણે ખૂબ જ રચનાત્મક, કલ્પનાશીલ,અને તરવરિયા છીએ તથા સાચી ધગશ સાથે સંજોગોનો સામનો કરીએ છીએ. આપણે વાતચીત કરવાની ખૂબ સારી કળા ધરાવીએ છીએ અને સારા શિક્ષક તૈયાર કરી શકીએ છીએ. કેટલીક વખત લોકો કદાચ એવું પણ માને કે આપણે વધુ પડતા દુરાગ્રહી છીએ, જે વાસ્તવમાં સાચું નથી, ખરેખર તો આપણે પોતાનો મત રજૂ કરવામાં સહેજ પણ ખચકાતા નથી. આપણે જાણીએ છીએ કે આપણો ખોટા હોઈ શકીએ, પરંતુ ધ્યેય હાંસલ કરવા માટે આપણે પસંદ કરેલો માર્ગ શ્રેષ્ઠ અને ધાર્યું પરિણામ લાવવાને સમર્થ બની જવાનો છે. જ્યારે આપણને એવી કંઈક ચીજ મળી જાય છે જેમાં આપણને ખૂબ જ રસ જાગે, તો આપણે દિલ લગાવીને તેની પાછળ મંડી પડીએ છીએ. પરંતુ કમનસીબે આપણે કોઈપણ ચીજમાંથી બહુ ઝડપથી આપણો રસ ગુમાવી દઈએ છીએ, અને પછી આપણે આખો પ્રોજેક્ટને જ પડતો મુકવાનું વલણ ધરાવીએ છીએ, જેના કારણે આપણા પર મદાર રાખતા લોકો માટે તે મુશ્કેલ થઈ પડે છે. આપણા પ્રણય જીવનમાં પણ આવું બની શકે છે. જ્યારે સંબંધની વાત આવે ત્યારે, એક જ વ્યક્તિને પ્રતિબદ્ધ રહેવાનું આપણા માટે મુશ્કેલ થઈ પડે છે, કારણ કે આપણને આઝાદી અને વિવિધતા ગમે છે, તેથી એક જ વ્યક્તિ, સ્થિતિ કે સ્થળને વળગી રહેવાના વિચાર માત્રથી આપણને ઘણી નફરત છૂટે છે. જો આપણા પાર્ટનર આપણા સંબંધોમાં ઉત્તેજના લાવવા માટે સતત નવા નવા વિચારો લાવે તો કદાચ તેમની સાથે લાંબા ગાળા સુધી સંબંધો ટકી શકે છે. આ કાર્ડ પરિવર્તન સૂચવે છે જેમાં મુસાફરી, સ્થળાંતર કે નવા પ્રોજેક્ટ હાથમાં લેવા જેવી કોઈપણ વાત હોઈ શકે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.