For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


કિંગ ઓફ વૉન્ડ્સ

કિંગ ઓફ વૉન્ડ્સ એવું ટેરો કાર્ડ છે જે સુવ્યસ્થિત અને સંતુલિત દુનિયા ઈચ્છે છે. આપણા સિદ્ધાંતો ઘણા મજબૂત છે અને આપણે મૂલ્યો તેમ જ નૈતિક આચાર સંહિતાના આધારે નિર્ણયો લઈએ છીએ. આપણે ઊંચા ધ્યેયો હાંસલ કરવા પ્રેરાઈએ છીએ અને તે સિધ્ધ કર્યા બાદ સંતોષની લાગણી પણ અનુભવીએ છીએ. એક રાજા તરીકે આપણી પાસે નિર્વિવાદ નેતૃત્વના ગુણો હોય છે, પરંતુ માત્ર કડક હાથે રાજ કરવાના બદલે, આપણે લોકોને હેતુપૂર્ણ અને પ્રમાણિકતાપૂર્વક કામ કરીને તેમનામાં રહેલી ક્ષમતાઓ બહાર લાવવા માટે વધુ પ્રોત્સાહિત કરવામાં માનીએ છીએ. હકીકતમાં તો આપણે લોકોને તેમની ઈચ્છાનુસાર સ્વતંત્રતા આપીએ છીએ પરંતુ બદલામાં ઉચ્ચ નૈતિક ધોરણો, પ્રમાણિકતા અને સમર્પણ ભાવનાની પણ અપેક્ષા રાખીએ છીએ. આપણે લોકો તેમનું કામ ખંત અને લગનથી કરે તે માટે પ્રોત્સાહિત કરીને તેની મહેનતનું શ્રેષ્ઠ પરિણામ આવે તેમાં જ માનીએ છીએ. આપણે પોતાની આસપાસ સૌહાર્દપૂર્ણ માહોલ રચવા માટે પોતાની સૌંદર્ય સૂઝ અને આધ્યાત્મિક સૂક્ષ્મ દ્રષ્ટિનો સમન્વય કરીને પોતાના તરફથી શ્રેષ્ઠ પ્રયત્નો કરીએ છીએ. આપણામાં કુદરતી આકર્ષણ અને સુંદર વાકછટા પણ હોય છે જેના કારણે જીવનમાં કોઈપણ પ્રકારે માર્ગદર્શન ઈચ્છતા લોકો આપણી તરફ આકર્ષાય છે. આપણે પરિવાર સંસ્થામાં (પ્રથા) ખૂબ જ પ્રબળ રીતે માનતા હોવાથી, આપણે પોતાના સમગ્ર સામ્રાજ્યને એક વિશાળ પરિવારના રૂપમાં જોવાની વૃત્તિ ધરાવીએ છીએ, જેના કારણે આપણે લોકોમાં પ્રિય બનીએ છીએ. આ કાર્ડનું ફળકથન એવો સંકેત આપે છે કે, બહારથી જોતાં દરેક રીતે આપણે સામાન્ય લાગતા હોવા છતા, આપણી પાસે ઘણી મોટી સત્તા છે અને કરુણા, સહિષ્ણુતા અને નરમાશ સાથે આપણી સત્તાનો ઉપયોગ કરીએ છીએ.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.