For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ક્વિન ઓફ સ્વૉર્ડ્સ

ક્વિન ઓફ સ્વૉર્ડ્સ ટેરો કાર્ડ મનમાં ઊઠતા નવા ખ્યાલોનો સંકેત આપે છે. આપણા મનમાં અનેક કલ્પનાઓ ઉમટી રહી છે અને આપણે આપણી બૌદ્ધિક પ્રતિભાની ક્ષિતિજોને વધુને વધુ વિસ્તારવા પ્રયત્નશીલ હોઈએ છીએ. આપણે એવા ધોરણો ઘડીએ છીએ જેને લોકો અનુસરે છે, અને આપણે આપણી વિચક્ષણ વ્યૂહરચનાઓ,શ્રેષ્ઠ આયોજન અને તેના ક્ષતિ રહિત અમલના કારણે ખૂબ જ સંતોષ મેળવીએ છીએ. આપણે વાસ્તવિક દુનિયામાં રહેનારા અને દિલ કરતા દિમાગની વાત વધુ અનુસરનારા છીએ આથી આપણે ભાગ્યે જ કોઈ ભ્રમણાના શિકાર બનીએ છીએ. આપણે ખૂબ જ સારી રીતે જાણીએ છીએ કે આપણું દિમાગ આપણને કેવી રીતે આડાઅવળા માર્ગે લઈ જાય છે, આપણે પોતાની અંતઃસ્ફુરણા પર વધુ વિશ્વાસ મુકીએ છીએ જે આપણા વ્યક્તિત્વમાં રહેલી પ્રબળ મૂલ્ય આધારિત પ્રણાલીમાંથી સ્ફુરે છે. આ બધાનો અર્થ કદાચ કોઈ એવો કરે કે આપણે લાગણીઓથી વંચિત રહી ગયા છીએ. પરંતુ સત્ય એ છે કે આપણે ઘણા ઊંડા છીએ અને શાંત સપાટીની નીચે અનેક વાર લાગણીઓનું તુમુલ યુધ્ધ ચાલતું હોય છે, પરંતુ તેને પ્રદર્શિત કરવું આપણને પોસાય તેમ નથી કારણ કે તેને આપણી નબળાઈ તરીકે જોવામાં આવે તેવી પણ શક્યતા છે. વધુમાં, આપણે લાગણી માટે બુદ્ધિ સાથે સમાધાન કરવાનું ટાળીએ છીએ. આપણા પર ફરજ અને જવાબદારીઓનો વધુ પડતો બોજો છે, અને જ્યારે આપણે તેમાંથી થોડો વિરામ લઈએ છીએ ત્યારે, સામાન્યપણે આપણે એ સમયનો ઉપયોગ આપણા જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવા માટે કરીએ છીએ. આ કાર્ડનું ફળકથન આપણને આપણી સ્વતંત્રતાની યાદ અપાવે છે અને આપણને વધુ અડગ અને સ્પષ્ટ વક્તા બનવાનું જણાવે છે. તે આપણને કંઈક નવું કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે, પરંતુ કોઈપણ બાબતે તેના સારાં નરસાં પાસાં ધ્યાનમાં લીધા બાદ જ આગળ ડગલું ભરવાનું જોખમ લેવું જોઈએ.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.