For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


પેજ ઓફ સ્વૉર્ડ્સ

પેજ ઓફ સ્વૉર્ડ્સનું ટેરો કાર્ડ નિખાલસ પરંતુ અહંવાળી વ્યક્તિનું ચિત્ર દર્શાવે છે. આપણે સ્વભાવે ચંચળ અને કલ્પનાઓમાં રાચનારા છીએ પરંતુ સાથે સાથે વ્યવહારુ જ્ઞાન બળવાન ચારિત્ર્ય ધરાવીએ છીએ. આપણે ભલે કલ્પનાઓની દુનિયામાં વિહરતા હોઈએ અને સતત વાસ્તવિકતાથી દૂર ભાગતા રહીએ તો પણ, જ્યારે મૂળ વાસ્તવિકતાનો સામનો કરવાનો આવે ત્યારે વાસ્તવિકતાને સમજવાની આપણી શક્તિ અને નિર્ણય ખૂબ જ ચોટદાર હોય છે અને સીધું લક્ષ્ય પર નિશાન તાકનારા હોય છે. આપણે આસાનીથી કલ્પનાઓમાંથી પણ હકીકત બયાન કરી શકીએ છીએ. લોકો મોટાભાગે આપણા સ્વપ્નશીલ દેખાવ પર આફ્રીન થઈ જાય છે, અને જે સ્પષ્ટતા સાથે આપણે વિચારીએ છીએ તેના કારણે મોટાભાગે તેઓ મુંઝાઈ જાય છે. જો તેઓ આપણો ટેકો તો તેને જ નુકસાન જવાનું છે. કેટલાક લોકો અવારનવાર આપણને કહે છે કે જો આપણે માત્ર આપણું મગજ જ ચલાવીએ તો પણ ઘણું કામ પાર પાડી શકીએ છીએ, પરંતુ આપણી પ્રાધાન્યતા મોટાભાગે લોકો સાથે મેળ ખાતી નથી. ઘણી વખત આપણે લોકોની નિંદા, અફવાઓ કે અપશબ્દોના ભોગ બનવાનો પણ વારો આવી શકે છે. આવા જ સમયે આપણું ચારિત્ર્યબળ તેની ભૂમિકા ભજવી જાય છે, અને આપણે સરળતાથી કોઈપણ વ્યક્તિના પ્રતિરોધ વગર આવા સંજોગોમાંથી બહાર નીકળી શકીએ છીએ. આપણને આધ્યાત્મિકતામાં ખૂબ જ રસ હોય છે અને પુનર્જન્મ તેમજ જીવન અને મૃત્યુના રહસ્યમય ચક્ર અંગે જાણવાની ખૂબ જ ઈચ્છા ધરાવીએ છીએ. આ કાર્ડના ફળકથન પરથી જાણવા મળે છે કે, તે આવનારા કોઈપણ સમાચારનો પૂર્વસંકેત આપે છે. તે એવી પણ ખાતરી આપે છે કે બધું જ બરાબર પાર પડશે, તે આપણે આપણા સપનાને સાકાર કરવા સક્ષમ છીએ તેની પણ યાદ અપાવે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.