For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈટ ઓફ સ્વૉર્ડ્સ

નાઈટ ઓફ સ્વૉર્ડ્સ ટેરો કાર્ડ પ્રભાવશાળી વ્યક્તિત્વ અને ખૂબ જ બુધ્ધિશાળી મગજનું પ્રતીક છે. નકારાત્મક ઊર્જાને હાંકી કાઢવા માટે તેમજ જીવનના પડકારો ઝીલવા છુપાયેલા કૌશલ્યને બહાર લાવવાની આપણમાં નોંધપત્ર ક્ષમતા છે. આપણે સત્ય માટેની લડતમાં ટકી રહેનારા અને તેમાં જરા પણ સમાધાન ન કરનારા લોકોમાં ગણના પામીએ છીએ. પરંતુ કોઈપણ બાબતમાંથી આપણને ટુંક સમયમાં જ રસ ઉડી જાય છે જેથી એક કામ માટે બીજાને પડતું મુકવાની વૃત્તિ ધરાવીએ છીએ, જેના કારણે કામની નબળી ગુણવત્તા જોવા મળે છે અને પરિણામે જે લોકોએ કામમાં આપણો સહકાર માગ્યો હોય તેઓ નારાજ થાય છે. જો કે આપણે જ્યારે કોઈ લડત આપતા હોઈએ ત્યારે તેમાં આપણો જીવ રેડી દઈએ છીએ. આપણે વધુ પડતું બોલતા નથી કારણ કે આપણે એવું માનીએ છીએ કે શબ્દો કરતા આપણું કામ વધારે બોલે છે, અને સાથે સાથે આપણું મગજ પણ હંમેશા આગળ શું પગલાં લેવા તેનું આયોજન કરતું રહે છે. જ્યાં સુધી નીતિ ઘડવાની વાત છે, આપણે હંમેશા અન્યો કરતા એક ડગલું આગળ રહીએ છીએ. આપણે ખુબ જ નિખાલસ અને પ્રમાણિક છીએ, આપણે કોઈ પણ વાત સીધી ને સ્પષ્ટ કહેવાની હિંમત ધરાવીએ છીએ, જેને કેટલાક લોકો લાગણીશૂન્યતા કહે છે પરંતુ આપણો મૂળ ઈરાદો દરેક બાબતમાં સત્યને સમર્થન આપવાનો હોય છે. આપણને કોઈપણ ચીજ કે લોકો સાથે સરળતાથી લગાવ થતો નથી, પરંતુ જ્યારે આપણે લાગણીથી બંધાઈ જઈએ ત્યારે ઘણા સારા સાથી બનાવી શકીએ છીએ. આપણને પડકારો ગમે છે, પરંતુ પ્રણય સંબંધોની વાત આવે ત્યારે આપણે તેના માટે પ્રેમની ઊંડી લાગણી પણ કેળવી શકીએ છીએ.આ કાર્ડનું ફળકથન અવાર નવાર આવનારા નવા પડકારો અથવા સ્પર્ધાઓનો સંકેત આપે છે અને આપણને ઝડપી પગલાં લેવા માટે પ્રોત્સાહિત કરે છે. કોઈપણ બાબતની છણાવટ કરીને વિચારવાની આપણી આદત આપણને તમામ મુશ્કેલીઓમાંથી બહાર લાવવામાં મદદ કરે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.