For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


કિંગ ઓફ સ્વૉર્ડ્સ

કિંગ ઓફ સ્વૉર્ડ્સનું ટેરો કાર્ડ બૌદ્ધિક શક્તિ અને સત્તાનું પ્રતીક ગણાય છે. આપણે આપણી તમામ ઈચ્છાઓ પૂર્ણ કરવા માટેની હિંમત ધરાવીએ છીએ. જીવનભરના અનુભવોના આધારે આપણે ખૂબ જ સારી નિર્ણયશક્તિ ધરાવીએ છીએ. આપણે સત્તામાં રહેલી વ્યક્તિમાં કડક નેતૃત્વ શક્તિનું દ્રષ્ટાંત આપી છીએ, અને પ્રતિકુળ પરિસ્થિતિમાં લાગણીઓના પ્રવાહમાં તણાઈ જતા નથી તે બાબતની ખાતરી આપી શકીએ છીએ. આથી, આપણે સત્ય સુધી પહોંચવા માટે નિષ્પક્ષ અને હેતુલક્ષી રહેવાનું વધુ પસંદ કરીએ છીએ. તમામ ટેરો કિંગમાં આપણે સૌથી વધુ અનુભવી હોવાનું પણ સિધ્ધ કરી બતાવ્યું છે. આમ આપણી પાસે, નવી પેઢી સુધી પોતાનું ડહાપણ પહોંચાડવા માટેનું છે તે ફાયદાકારક બાબત છે. આપણે સત્તા સાથે શાસન કરતા હોવા છતા, આટલા વર્ષોથી માનવજાત સાથે આપણે ઘણી બધી કરુણા કેળવી છે. સંભવતઃ આપણે કરેલી સમગ્ર ભૂલો પરથી શીખેલો સૌથી મહત્વપૂર્ણ પદાર્થપાઠ એ છે કે આપણે સૌપ્રથમ તો આપણા મનમાં ચાલતા દ્વંદ્વ યુધ્ધ પર વિજય હાંસલ કરવાની જરૂર છે, અને એ ત્યારે જ બનશે જ્યારે બહારની દુનિયામાં બધું આપોઆપ જ થાળે પડવા લાગશે. આપણને એક વાસ્તવિકતા સમજાઈ ગઈ છે કે, સત્તા ભ્રષ્ટ બનાવે છે અને વધારે સત્તા તદ્દન ભ્રષ્ટ કરી નાખે છે, આથી આપણે આપણી પાસેની સત્તાથી છકી ન જતાં તેનો ગંભીરતાથી ઉપયોગ કરવો જોઈએ, અને આપણી આસપાસના લોકો આપણને તેમના જીવનના માર્ગદર્શક પરિબળ તરીકે જુએ છે. આ કાર્ડનું ફળકથન આપણને યાદ અપાવે છે કે, લોકો સાથેના વહેવારમાં આપણે નિષ્પક્ષપાતી રહેવાની જરૂર છે અને એમ પણ જણાવે છે કે આપણે પરિવારને તેઓ જે પ્રેમ માટે હકદાર છે તે પ્રેમથી ક્યારે ય વંચિત ન રાખવો જોઈએ.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.