ટૅરો કાર્ડ્સ


ક્વિન ઓફ પેન્ટેકલ્સ

ક્વિન ઓફ પેન્ટેકલ્સ નિરાભિમાની અને કામ કરતી મહિલાનું સૂચક છે. આપણે પોતાની આજીવિકા કમાવા માટે સક્ષમ છીએ અને સાથે સાથે પોતાના ઘર અને પરિવારની સંભાળ પણ લઈ શકીએ છીએ તેમજ ખૂબ કુશળતાથી આર્થિક બાબતોને પણ પહોંચી વળવા સક્ષમ છીએ. આપણે જે કંઈપણ કમાણી કરીએ છીએ તેમાંથી પરિવારને તમામ ભૌતિક સુવિધાઓ પૂરી પાડવા અંગેની કાળજી સૌથી પહેલા લઈએ છીએ. જો કે આપણી કરૂણા પરિવાર પુરતી સીમિત નથી હોતી પરંતુ આપણને પોતાના સમાજ કે સમુદાય અને વ્યાપક દ્રષ્ટિએ જોતાં સમગ્ર દુનિયા પ્રત્યે પણ ઊંડી લાગણી છે જે આપણી અંદરથી જ ફૂટે છે. વધુમાં, આપણને સમાજ વચ્ચે રહેવાનું ગમતું હોવાથી આપણે પાર્ટીઓ અને સામાજિક પ્રસંગો યોજવાનું પસંદ કરીએ છીએ. અને ઝીણામાં ઝીણી બાબતોનું પણ ખૂબ જ ધ્યાન રાખીએ છીએ. એક સાથે એકથી વધુ કામો કરવાની કળા આપણામાં ઘણી સારી જોવા મળે છે અને આ બધા જ કાર્યો આપણે ખૂબ જ સરળતાથી પાર પાડી શકીએ છીએ, ખાસ કરીને એટલા માટે કારણ કે આપણે જાણીએ છીએ કે કયું કામ કોને સોંપવું જોઈએ. પ્રણયની બાબતે જોઈએ તો, આપણે ખૂબ જ કાળજીપૂર્વક સંબંધોનું જતન કરીએ છીએ, અને આ વલણ માત્ર સંઘર્ષ ટાળવા પૂરતું જ નહીં પરંતુ સંબંધો મધુરતા સાથે વિકસે તે માટે પણ હોય છે. આ કાર્ડનું ફળકથન દર્શાવે છે કે, આ કાર્ડ વ્યવહારુતા અને લાગણીવશતાનું દ્યોતક છે. તે આર્થિક અને ભૌતિક સમૃધ્ધિનો સંકેત છે. તે બિઝનેસમાં સફળતાનું પણ સૂચન કરે છે. આ કાર્ડ વ્યવસાય અને સંબંધોમાં સ્થિરતા દર્શાવે છે. જ્યારે કોઈ નવા ઔદ્યોગિક સાહસની વાત હોય તો આ કાર્ડ તટસ્થ અને વાસ્તવવાદી અભિગમ દર્શાવે છે અને આપણને આપણી વ્યવસ્થા કુનેહ અને ધૈર્યનો યોગ્ય ઉપયોગ કરવાનું જણાવે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.