For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


પેજ ઓફ પેન્ટેકલ્સ

પેજ ઓફ પેન્ટેકલ્સ એવું ટેરો કાર્ડ છે જે શાંત, મક્કમ અને ધ્યેય પર ધ્યાન આપતી વ્યક્તિનું ઉદાહરણ આપે છે. આપણે વિચારશીલ, સચેત અને પોતાના વિચારોનું આયોજન કરવામાં તેમ જ તેનો અમલ કરવામાં ઘણી ચોક્કસાઈ ધરાવનારા છીએ. આપણે દરેક બાબતમાં વિસ્તૃત માહિતી માટે જરૂરી ધ્યાન આપીએ છીએ અને ઘણા પદ્ધતિસર કામ કરનારા છીએ. નવા ઔદ્યોગિક સાહસ અથવા નવા સંબંધનો પણ આ કાર્ડ સંકેત આપે છે. જો કે, આપણે એક વાસ્તવિકતા જાણીએ છીએ કે વિકાસના આ બીજને વટવૃક્ષ બનાવવા માટે આપણે તેનું જતન કરવું જરૂરી છે. આપણે ઘણા બુદ્ધિશાળી અને પ્રતિભાશાળી હોવા છતા, પસંદગીમાં ખૂબ જ ચોક્કસાઈ રાખનારા છીએ અને જે પ્રોજેક્ટ આપણાથી પૂરો થઈ શકે તેમ નથી એવું લાગે તેને હાથમાં લેતા જ નથી. આપણામાં આધ્યાત્મિકતા તરફનો લગાવ પણ જોવા મળે છે અને આપણા મનના કોઈક ખૂણે ગૂઢ વિદ્યા અંગેના વિચારો પણ ચાલતા રહે છે અને જો આ દિશામાં અભ્યાસ કરવાની તક મળે તો તરત જ ઝડપી લઈએ છીએ. આપણે સ્વભાવે નિખાલસ અને મૈત્રીભાવવાળા હોવાના કારણે સામાજિક વર્તુળોમાં લોકપ્રિય છીએ. આપણે કોઈપણ વ્યક્તિના વિચારો, શબ્દો કે કાર્યનો ક્યારેય વિરોધ નથી કરતા, કે નથી કોઈ વ્યક્તિ આપણો વિરોધ નથી કરતી – આપણે દરેક વ્યક્તિ સાથે ખૂબ સારી રીતે રહીએ છીએ. આ કાર્ડનું ફળકથન સૂચવે છે કે વિચારો હવે સાકાર થઈ રહ્યા છે અને એ વાત પણ યાદ અપાવે છે કે, દ્રઢ મનોબળ, ખંત અને ઉત્સાહથી જ સફળતા હાંસલ થશે. તે એવો પણ સંકેત આપી શકે છે કે, નવી નોકરીની ઓફર આવવાની શક્યતા છે અથવા નવા બિઝનેસ સાહસ માટે પણ આમંત્રણ મળી શકે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.