For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈટ ઓફ પેન્ટેકલ્સ

નાઈટ ઓફ પેન્ટેકલ્સ ખૂબ જ ખંતીલા કાર્યકરનો સંકેત આપે છે. આપણે ઘણાં ઉદ્યમશીલ છીએ અને આપણું ધ્યાન હંમેશા પોતાની કાર્યક્ષમતા વધારવા પર જ કેન્દ્રિત હોય છે, જે આપણા માટે આત્મ ગૌરવનો સ્ત્રોત બની જાય છે અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.આપણે સરળ અને નિખાલસ મનના હોઈએ છીએ, અને દુનિયા પ્રત્યેની આપણી દ્રષ્ટિ કાલ્પનિક તેમ જ અવ્યવહારૂ નહીં પરંતુ વાસ્વિકતા અને નક્કર છે. કેટલાક લોકો આપણને ઘણા રૂઢિવાદી માને છે. તેઓ ભલે ગમે તે માનતા હોય પરંતુ એક વખત આપણે મનમાં ધ્યેય નક્કી કરી લઈએ પછી તેને હાંસલ કરતા આપણને કોઈ જ અટકાવી શકતું નથી. આ મક્કમતા અને વ્યવહારૂતા આપણને એવા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં મદદરૂપ થઈ શકે છે જે કદાચ અન્યોને ઘણા મુશ્કેલ કે જટિલ લાગતા હોય. આપણે વિશ્વાસુ અને ભરોસાપાત્ર હોવાથી ઉત્કૃષ્ટ મિત્રો, કર્મચારીઓ અને પ્રેમી બની શકીએ છીએ. આપણને જવાબદારી ઉઠાવવી ગમતી હોવાથી તેમ જ તેને ગંભીરતાપૂર્વક લેતા હોવાથી, આપણે જે કંઈપણ પ્રોજેક્ટ હાથમાં લઈએ તેનો જ એક હિસ્સો હોવાની લાગણી અનુભવવા ઉપરાંત, કોઈપણ બાબતે મહત્વની યોજનાનો હિસ્સો હોવાનું પણ અનુભવીએ છીએ. આપણે જ્યારે નેતૃત્વ કરતા હોઈએ ત્યારે આપખુદ બનવાની વૃત્તિ આપણામાં આવી શકે છે, પરંતુ તેની પાછળ આપણે ખરેખર તે કામ ખૂબ જ કાર્યક્ષમતાથી થાય એવો જ હેતુ હોય છે. આપણે ઘણા સંરક્ષક છીએ અને પ્રિયજનો તેમ જ આપ્તજનો પ્રત્યે પ્રતિબદ્ધ છીએ, અને લાંબાગાળાના સંબંધો સ્થાપવા માટે નિષ્ઠાવાન તથા વફાદાર જીવનસાથી ઈચ્છીએ છીએ. આ કાર્ડનું ફળકથન આપણને પોતાના ધ્યેયથી વિચલિત ન થવાનું યાદ આપવે છે અને કદાચ સમય લાગે તો પણ આપણે ચોક્કસપણે ધ્યેય હાંસલ કરી શકીશું તેમ માનવા જણાવે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.