For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


કિંગ ઓફ પેન્ટેકલ્સ

કિંગ ઓફ પેન્ટેકલ્સ ટેરો કાર્ડ વ્યવહારુતાનો સંકેત આપે છે. આપણે ઘણા બધા કામો વ્યવહારુ સ્તરે ખંત અને એકધારા પ્રયત્નોથી પૂર્ણ કરીએ છીએ. આપણે રૂઢીવાદી દ્રષ્ટિકોણ ધરાવતા હોવાથી મોટા જોખમો ટાળવાનું પસંદ કરીએ છીએ. આપણે પદ્ધતિસર અને વ્યવસ્થિત રીતે કામ કરનારા હોવાથી બિઝનેસમાં આપણને સફળતા મળે છે. તેમ જ આપણે બિઝનેસ કમાયેલા નાણાંને સિદ્ધિને નકામી બાબતો પાછળ વેડફી નાખવામાં નથી માનતા.આપણે આપણું ધન સંકટ સમયમાં કામ આવે તે માટે સંઘરી રાખવાની વૃત્તિ ધરાવીએ છીએ. આપણા સ્થિર સ્વભાવના કારણે, સંખ્યાબંધ લોકો આપણા પર આર્થિક ઉપરાંત ભાવનાત્મક રીતે પણ મદાર રાખે છે. આપણે પરિવાર અને સમાજને સમર્પિત છીએ અને વિપુલ પ્રમાણમાં તેમને કંઈક આપવાની ભાવના રાખીએ છીએ. આપણે ખૂબ જ વિષયાસક્ત છીએ, અને નસીબજોગે સમાન માનસિકતા ધરાવતા જીવનસાથી પણ મળે છે. સાતત્ય માટે કદાચ આપણા પર ભરોસો રાખી શકાય. સ્વભાવે વિચારશીલ હોવાથી આપણે જંગલ કે નદીકાંઠા જેવા પ્રાકૃતિક માહોલમાં આંતરખોજમાં ખોવાઈ જઈએ તેવી પણ શક્યતા છે. આપણે આધ્યાત્મિકતાના રંગે રંગાઈએ તેવી પણ શક્યતા રહે છે, ધાર્મિક પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેવું આપણને ગમશે.વાસ્તવમાં આપણે ક્રોધી સ્વભાવના નથી પરંતુ આપણી એક મર્યાદા ચોક્કસ હોય છે અને જ્યારે તેની હદ વટાવવામાં આવે ત્યારે આપણો ગુસ્સો જ્વાળામુખીની જેમ બહાર આવે છે. આ કાર્ડ સ્થિરતાનું સૂચક છે. આપણે અન્યોને જીવનનો આનંદ માણવા માટે પ્રોત્સાહિત કરીશુ પરંતુ સાથે સાથે બિઝનેસ અને આર્થિક બાબતો પર પણ એકાગ્રતા લાવીશું, જેનાથી તેમના જીવન પર ઘણી મોટી અસર પડી શકે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.