For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ક્વિન ઓફ કપ્સ

ક્વિન ઓફ કપ્સ અંતઃસ્ફુરણાનું પ્રતીક છે. આપણી અંતઃસ્ફુરણા ખૂબ જ જાગરૂક હોવાથી આપણે આપણી આસપાસના લોકો કંઈ જ ન કહે તો પણ તેમની જરૂરિયાતો સારી રીતે સમજી શકીએ છીએ. આપણે સંવેદનશીલ અને ગ્રહણશીલ હોવાથી લોકો ચિંતાગ્રસ્ત હોય ત્યારે આપણા તરફ આકર્ષાય છે. આપણે તેમનું દુઃખ હળવું કરવા માટે આશ્વાસન આપવા ઉપરાંત તેમની સાથે આત્મીયતાથી જોડાયેલા હોવાથી, તેમને સાચી હૂંફ, કાળજી અને તેમના દુઃખ દૂર કરવા માટેનો ઈલાજ પણ આપીએ છીએ. ખરેખર તો, લોકો જ્યારે તેમના પર રહેલું ભારણ લઈને આપણી પાસે આવે છે ત્યારે, કેટલીક વખત તેઓ કેટલીક ગુપ્ત બાબતોને છુપાવવાનો પ્રયત્ન કરે છે જેને તેઓ પોતે પણ કબૂલ કરતા નથી. કોઈ અંતર્યામીની જેમ આ ગુપ્ત બાબતોને જાણવાની આપણામાં ક્ષમતા છે, આથી આપણે પ્રેમપૂર્વક તેમને તમામ ઉપાયો સૂચવીએ છીએ જે તેમના દરેક દુઃખને જડમૂળથી ઉખાડી કાઢે. તેના કારણે આપણને સમાજમાં પણ સારો આદર મળે છે. આપણે વધુ પડતા સંવેદનશીલ બનવા સામે તેમ જ બીજાનું દુઃખ દર્દ સમજવામાં પોતાની જાત પ્રત્યે સાવ બેધ્યાન બની જવા સામે સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે આ બાબતો આપણને દિસાહીન સંવેદના ગુમાવી બેસીએ છીએ, જેના કારણે આપણે ધ્યેયહીન અને કંઈક અંશે નિર્બળ બનાવી દે છે. આ કાર્ડનું ફળકથન એવો સંકેત આપે છે કે, આપણે મનની અર્ધજાગૃત અવસ્થામાં આપણામાં વિપુલ પ્રમાણમાં રહેલા અંતઃસ્ફુરણા અને કરુણાને બહાર કાઢવાની જરૂર છે, કારણ કે કેટલીક વખત આપણે બીજાની તકલીફો દૂર કરવા માટે આપણે કેટલા સક્ષમ છીએ તે જાણતા નથી હોતા.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.