For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


પેજ ઓફ કપ્સ

પેજ ઓફ કપ્સનું ટેરો કાર્ડ એક કલાકારના મૂર્તિમંત પ્રતીક રૂપ છે. આપણે ઘણા કલ્પનાશીલ, રચનાત્મક અને ભાવનાત્મક છીએ. આપણે બીજા પર ઘણા આધારિત રહીએ છીએ, જે આપણને પોતાના જ માહોલમાં નિર્બળ બનાવી દે છે. આપણી આવી વિચિત્ર કલ્પનાઓના કારણે લોકો કદાચ એવું પણ વિચારે કે આપણે ધૂની છીએ. જો કે, લોકો આપણા વિશે શું વિચારે છે તેનાથી ખરેખર તો આપણને ક્યારેય ફરક પડતો જ નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે, આપણામાં સર્જનાત્મકતા ઠાંસી ઠાંસીને ભરેલી છે અને આપણને રચનાત્મક પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું ગમે છે, પછી તે લેખન હોય, સંગીત હોય, શિલ્પ હોય કે ફેશન ડિઝાઈનિંગ અથવા કલાક્ષેત્રનું અન્ય કોઈપણ કામ હોય, તેના પર કામ કરવાનું આપણને ગમે છે. આપણે આપણી કલ્પનાની આરામશીર દુનિયામાં રહીએ છીએ, પરંતુ આપણા પૈકી મોટાભાગના જાતકો સપનાઓને હકીકતમાં પલટાવવાની અદભૂત શક્તિ ધરાવે છે. આપણે આધ્યાત્મિકતા તરફ પણ ઝુકેલા છીએ, જેના થકી આપણે આપણી સાચી જાતને સમજવાની ઈચ્છાના બીજ રોપાય છે. આપણે જાણીએ છીએ કે આધ્યાત્મિક મુસાફરી લાંબી અને કપરી છે, પરંતુ આપણામાં પૂરતું ધૈર્ય છે અને આ માર્ગે આગળ વધવા માર્ગદર્શન માટે પોતાના અંતરના અવાજ પર આધાર રાખીએ છીએ.આપણે દુનિયાને આપણી દ્રષ્ટિથી જોવામાં એટલા લીન હોઈએ છીએ કે આપણને જ્યારે દુનિયાના લોકોનો દ્રષ્ટિકોણ આપણી સાથે મેળ નથી ખાતો તેની જાણ થાય ત્યારે ઘણીવાર આંચકો લાગે છે. આના કારણે આપણને હંમેશા આપણામાં જ કંઈક ખામી છે તેવું લાગવા માંડે છે પરિણામે આપણે આપણી ભાવનાઓ કે નાણાંના ભોગે પણ દરેક વ્યક્તિને ખુશ રાખવાનો પ્રયાસ કરીએ છીએ.આ કાર્ડનું ફળકથન ભાવનાત્મક જાગૃતિ અને નવા સાહસની શરૂઆતનો સંકેત આપે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.