For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈટ ઓફ કપ્સ

નાઈટ ઓફ કપ્સ કાર્ડ સંવેદનશીલતા અને આકર્ષકતા સૂચવે છે. આપણે ખૂબ જ દિલદાર અને બીજાને સહાય કરવાની વૃત્તિ વાળા હોવાથી લોકો સરળતાથી આપણા તરફ આકર્ષાય છે. આપણે આપણી લાગણીઓના સંપૂર્ણ અંકુશમાં હોવાનું દેખાવા છતાં, આપણે હદ વગરના આપણને વધુ આનંદ લાગણીશીલ બની જઈએ છીએ. આપણે ઘણા રોમેન્ટિક સ્વભાવના છીએ અને સંબંધમાં વધુ પડતા ગંભીર રહેવાના બદલે પ્રણયચેષ્ટાઓ પ્રદર્શિત કરવી ગમે છે. દિલની વાત કરીએ તો, વચનબદ્ધતાની વાત આવે ત્યારે આપણે જલદી તૈયાર થઈ જતા નથી કારણ કે બહુ લાંબા ગાળાના વિચારો કરવાનું આપણને થોડું અઘરું લાગે છે, તેથી આપણે ભવિષ્ય વિષે લાંબો વિચાર કરવાના બદલે વર્તમાનની પળો માણી લેવામાં માનીએ છીએ. આવા વલણને કારણે લોકો આપને પ્રપંચી સમજી લેવાની ગેરસમજ કરી લે છે પરંતુ હકીકતમાં તો આપણે અંદરથી લોકો માટે સહાનુભૂતિ ધરાવતા હોઈએ છીએ,અને અપ્રમાણિકતાને પણ ધિક્કારીએ છીએ. આપણે ખૂબ જ સમજશક્તિ અને અંતઃસ્ફુરણા ધરાવતા હોવાથી આપણે બહુ આસાનીથી અપ્રમાણિકતાને પારખી લઈએ છીએ, જે આપણને લોકોના શબ્દો અને કાર્યો પાછળનો ઈરાદો સમજવામાં પણ મદદ કરે છે, અને જેમ જેમ આપણી ઊંમર વધતી જાય તેમ, આ ગુણ વધુ અને વધુ વિકસતો જાય છે.. આપણે ક્યારેય બીજા પર મદાર રાખતા નથી, અને આપણી અંગત લાગણીઓને અંગત જ રાખતા હોવા છતા, આપણે આપ્તજનો સાથે દિલ ખોલીને રહીએ છીએ. આ કાર્ડનું ફળકથન એવો પણ સંકેત આપે છે કે, આપણે કોઈ ખાસ વ્યક્તિને મળવાના છીએ, પરંતુ આપણે આગળ વધતા પહેલા કોઈપણ પરિસ્થિતિમાં ગૂઢ લાગણીઓ અને બુદ્ધિચાતુર્યની મદદથી તે સ્થિતિનો બરાબર અભ્યાસ કરી લેવાની પણ ચેતવણી આપે છે.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.