For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


કિંગ ઓફ કપ્સ

કિંગ ઓફ કપ્સ ટેરો કાર્ડ અલિપ્ત, ઉગ્ર અને ઊંડી સૂઝ ધરાવતા વ્યક્તિત્વનું ઉદાહરણ પૂરું પાડે છે. આપણે એવું કુદરતી આકર્ષણ ધરાવીએ છીએ જેના કારણે લોકો આપણા તરફ ખેંચાઈ આવે છે. આ ઉપરાંત આપણામાં રહેલી ઊંડી દયાભાવના અને લોકોની જરૂરિયાતો સમજવાની આપણી ક્ષમતાના કારણે પણ આપણે લોકોમાં પ્રિય બની શકીએ છીએ. આપણે લોકોની વાતો ખૂબ ધ્યાનથી સાંભળતા હોવાથી લોકો અનેક વખત માર્ગદર્શન માટે આપણી પાસે આવે છે, અને આપણે તેમને તેમના સંજોગો નવા દ્રષ્ટિકોણથી જોવામાં મદદ કરીએ છીએ. એવો સમય ઘણી વખત આવે છે જ્યારે આપણને લોકોના ખૂબ ગુંચવાડા ભરેલા પ્રશ્નો ઉકેલવા માટે દરમિયાનગીરી કરવાની વિનંતિ કરવામાં આવે છે. લોકો આપણામાં જે વિશ્વાસ મૂકે છે તેને આપણે ક્યારેય તોડતા નથી અને લોકો આપણને મિત્ર તરીકે જુએ છે. આપણને મુસાફરી કરવાનું અને સમગ્ર દુનિયા જોવાનું ગમે છે તેમજ વિવિધ સંસ્કૃતિઓમાંથી સારી બાબતો ગ્રહણ કરી તેને આપણા પોતાના સમાજમાં પ્રસરાવવાનું ખૂબ જ ગમે છે. આથી આપણે સ્વજનોની ભૌતિક અને આધ્યાત્મિક ક્ષિતિજો વિસ્તારવાની આશા રાખીએ છીએ. ખૂબ જ લાગણીશીલ અને અંતઃસ્ફુરણા ધરાવતા હોવા છતા, આપણે પોતાની અંદર અને પોતાની સાથે સંકળાયેલા લોકો સાથે સંપૂર્ણ સ્થિરતા અને સૌહાર્દ ઈચ્છતા હોવાથી, આપણે હંમેશા લાગણીઓને કાબુમાં રાખતા શીખવું જોઈએ. આ કાર્ડનું ફળકથન આપણને એક વાત યાદ અપાવે છે કે લોકોએ આપણામાં જે વિશ્વાસ મુક્યો છે તે આપણી ઘણી મોટી જવાબદારી છે, તેથી તેમને મદદરૂપ થવા માટે આપણે સતત પોતાની દયા અને કરુણાભાવના વધારવી જોઈએ તેમ જ તેમને સાંભળવાનું સામર્થ્ય પણ વધારવું જોઈએ.

માઈનર અર્કાનામાં આવતા ચાર સ્યૂટ પણ અલગ અલગ હિસ્સામાં વહેંચાયેલા છે. દરેક માઈનર અર્કાના સ્યૂટમાંથી ચાર કાર્ડ લેવામાં આવે છે અને તે દરેક અને અલગ અલગ હિસ્સામાં વર્ગીકૃત કરવામાં આવે છે. કિંગ, ક્વિન, નાઈટ અને પેજ આ ચાર વિશિષ્ટ લાક્ષણિકતાઓનું સૂચન કરે છે. એટલે આ દરેકના ચાર મળીને કુલ ૧૬ કાર્ડ આવે છે. કિંગના કાર્ડ એવા રચનાત્મક, પ્રેરણાત્મક, સાહસિક જાતકોનો સંકેત આપે છે જેમને દુનિયામાં હંમેશ માટે છાપ છોડી જાય તેવું કંઈક કરવાની તમન્ના હોય છે. ક્વિનના કાર્ડ એવી આકર્ષક, ઉર્જાવાન, આનંદી અને આત્મશ્રધ્ધાવાળી વ્યક્તિનું સુચન કરે છે જે પોતાની મરજી કોઈ પર લાદતી નથી પરંતુ ચતુરાઈપૂર્વક સંજોગોને વશમાં લઈ લે છે. નાઈટ્સને કટ્ટરપંથીઓ તરીકે જોવામાં આવે છે, જેઓ પોતાના ગુણો અત્યંત મર્યાદામાં વ્યક્ત કરે છે. જેમ કે, જો તેઓ સજાગ હોય તો, તેઓ કોઈપણ ભૂલ અંગે પણ ખૂબ જ સજાગ રહે છે અને કોઈપણ નિર્ણય લેતા પહેલા બારીકાઈથી તમામ સારા-નરસા પાસાંનો વિચાર કરે છે. ‘ધ પેજ ‘ નું કાર્ડ આપણને માનસિક રોમાંચ માણવા માટે અને આર્થિક પડકારો ઝીલવા માટે પ્રોત્સાહિત કરે છે.