For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટુ ઓફ વૉન્ડ્સ

આ કાર્ડ દૂરંદેશી અને ડહાપણ સાથે પગલું લેવાનું સૂચન કરે છે. તે ભૂતકાળ પર પણ પ્રકાશ પાડવાનું કામ કરે છે જેથી આપણે વધારે સારૂં ભાવિ ઘડી શકીએ.આપણા સમગ્ર માર્ગમાં અનેક અવરોધો આવશે, પરંતુ ભૂતકાળના અનુભવોના સહારે આપણે તેને ચોક્કસ સરળતાપૂર્વક દૂર કરી શકીશું. અહીં, આપણે આપણી અર્ધજાગૃત અવસ્થા દરમ્યાનની વર્તણૂંક પર વ્યાપક રીતે ધ્યાન આપવાની જરૂર છે. અન્યથા, આપણે ઉતાવળા કે ભૂલભરેલા નિર્ણયો લઈ બેસીએ તેવું જોખમ રહે છે. આ કાર્ડ આનંદભર્યા દિવસોનો સંકેત આપે છે. પરંતુ જો ખુશીઓનું સપ્તરંગી મેઘધનુષ્ય જોવું હોય તો વરસાદના થોડા ટીપાં સહન કરવા પડે છે. આપણે જ્યાં સુધી આપણા જીવનના મહત્વના ક્ષેત્રો વચ્ચેની ભેદરેખા ઊભી કરીને તેમાંથી મહત્વના ક્ષેત્રોને બુધ્ધિપૂર્વક પ્રાથમિકતા આપશું ત્યાં સુધી આપણે આપણા શ્રેય અને સંતોષપૂર્ણ દિવસો તરફ આગળ વધી શકશું એવો અહીં સંકેત મળે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.