ટૅરો કાર્ડ્સ


સિક્સ ઓફ વૉન્ડ્સ

આ કાર્ડ વિજયનો સંદેશ આપે છે. તે દર્શાવે છે કે આપણે નિર્ણય પર આવવાનો સંઘર્ષપૂર્ણ તબક્કો પસાર કરી દીધો છે, અને આપણને વિપુલ પ્રમાણમાં વાહવાહી પણ મળી છે પરંતુ લોકોના મોં બંધ કરવાની ઉતાવળમાં આપણે ધ્યેય પરથી નજર ફેરવી દીધી છે. કદાચ તેનો અર્થ એવો પણ થઈ શકે છે કે સફળતા દરેક વ્યક્તિને એક વખત તો અભિમાની બનાવે જ છે. આપણે ફરી જ્યારે લક્ષ્ય પર ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે અત્યાર સુધી ટકાવી રાખેલી આપણી મૂળ ગતિ ગુમાવી ચૂક્યા હોઈએ છીએ, અને આપણને કુદરતની સાથે મળીને પોતાની શક્તિ અને ઝડપ પાછી મેળવવાની જરૂર છે. આનો અર્થ એવો નથી કે કાર્ડમાં દર્શાવ્યા પ્રમાણેના વિજયના ગર્વનો અસ્વીકાર કરવો પરંતુ તેનો અર્થ માત્ર એટલો જ છે કે આપણે પોતાની નિષ્ઠા અને નમ્રતા જાળવી રાખવાની છે અને અભૂતપૂર્વ કીર્તિ મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.