For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ફાઈવ ઓફ વૉન્ડ્સ

આ ટેરો કાર્ડ એકબીજાની રચનાત્મકતાને બિરદાવવાનો છે. તેનું ફળકથન વધુમાં એવી સ્પષ્ટતા કરે છે કે, આપણા પર જ્યારે નવા નવા વિચારો અને અભિપ્રાયોની વર્ષા થઈ રહી હોય ત્યારે, આપણે માત્ર વિચારોને ગ્રહણ કરીને પોતાની રીતે જ કોઈ નિર્ણય લેવાની જરૂર છે. એક પરિસ્થિતિમાં જ્યારે એક સાથે અનેક દિમાગ કામ કરતા હોય છે, ત્યારે જીવનની મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ તો આપણે જ લાવવાનો હોય છે જેથી સરળતાપૂર્વક જીવન વિતાવી શકીએ. જો કે વિચારોને સાચી દિશામાં વાળવા અને સામાન્ય ધ્યેય તરફ એ વિચારવંત વ્યક્તિને ઉત્સાહપૂર્વક આગળ પ્રેરવી તે ઘણું અઘરું કામ છે, પરંતુ આપણે આપણા વિચારો જરૂર વ્યક્ત કરવા જોઈએ, પરંતુ બીજાનો દ્રષ્ટિકોણ સાંભળતી વખતે પોતાનો દ્રષ્ટિકોણ તેના પર ન થોપી દેવો જોઈએ.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.