For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એઈટ ઓફ વૉન્ડ્સ

આ કાર્ડ બધા કામ પડતા મૂકીને થોડો સમય વિરામ કરવાનો સંકેત આપે છે. તેનો અર્થ એવો પણ થાય છે કે તે આપણને માર્ગમાં થોડો સમય થોભીને આગામી પગલાં અંગે કોઈપણ નિર્ણય લેતા પૂર્વે પોતાની આસપાસની સ્થિતિનો અંદાજ કાઢવા પર ભાર મૂકે છે.એટલે આ વચગાળાના સમય દરમ્યાન આપણે આપણા વધુ પડતા સક્રિય દિમાગને થોડો સમય જરૂરી આરામ આપી શકીએ. આમ કરવાથી આપણે આપોઆપ જ આપણા ઈષ્ટ માર્ગ તરફ દોરાવા લાગીશું. આપણે પોતાના મન અને દિલની વાત માનીએ તે સૌથી વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે તેના થકી જ આપણને આગળ વધવા માટે કઈ દિશા પસંદ કરવી તેમાં મદદ મળી શકશે. આપણને જ્યારે કોઈ તબક્કે ફરી નવી શરૂઆત કરવાની જરૂર પડે અને આપણી પ્રાથમિકતાઓમાં કોને પહેલાં સ્થાન આપવું તે વિચારતા હોઈએ તે વખતે આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે તેને જતી કરી શકતા નથી.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.