For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એસ ઓફ વૉન્ડ્સ

આ કાર્ડનું બીજું નામ ધગશ કહી શકાય. તેનું ફળકથન એવો સંકેત આપે છે કે જ્યાં સુધી આપણે પોતાના ઉત્સાહને ટકાવી શકીશું ત્યાં સુધી આપણા રચનાત્મક પ્રયત્નોને અભૂતપૂર્વ સફળતા મળવાની છે. એક અંધારા બોગદાના અંતે જોવા મળતા પ્રકાશની જેમ આ કાર્ડ આપણને અંધારી રાત બાદ ઉજ્જવળ સવારની આશા આપે છે. તેમાંથી નીકળતી સકારાત્મકતા અને ઊર્જા નવચેતના આપનારી છે અને આપણને નવા સાહસ ખેડવા માટે લીલી ઝંડી દેખાડે છે. ઘણી વખત આપણે પોતાની અંદર રહેલી ક્ષમતા અને સામર્થ્યને ઓળખી શકતા નથી, અને પોતાની જાત તેમ જ આસપાસના માહોલ વિષે ખોટી ધારણાઓ કરી લેતા હોઈએ છીએ. આ બાબતોનું સતત મૂલ્યાંકન કરવું જરૂરી છે કે જેથી આપણે ક્યાં છીએ અને રહેવા ઈચ્છીએ છીએ તે બંને સ્થિતિ વચ્ચેનું અંતર પૂરી શકાય.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.

જાણો આપનાં જીવન વિશે- વિગતવાર રિપોર્ટ – 25% OFF

આપનાં જીવન વિશે સંપૂર્ણ માહિતી મેળવવા માટે માત્ર આપની જન્મકુંડળીનો જ્યોતિષીય અભ્યાસ એકમાત્ર ઉપાય છે.

આપનાં જીવન વિશેના આ વિગતવાર અને મેગા રિપોર્ટમાં આપ વર્તમાન સ્થિતિ અને આપનાં ભાવીમાં શું લખ્યું છે તે સંબંધિત ખૂબ જ ઊંડાણપૂર્વક અને સચોટ માહિતી મેળવી શકશો. આપનાં જન્માક્ષરના ઊંડાણપૂર્વક અને અને ગહન અભ્યાસના આધારે આપ પોતાના વિશે અત્યાર સુધી અજાણી હોય તેવી કેટલીક ગૂઢ બાબતો, આપનામાં રહેલી શક્તિઓ અને નબળાઈઓ ઉપરાંત આપના માટે સૌથી લાભદાયી કે વિપરિત સમયગાળા અંગે જાણી શકશો. આપનાં જીવનમાં બનનારી કેટલીક મોટી ઘટનાઓ અંગે પણ આપને આ રિપોર્ટમાં પૂર્વ સંકેતો આપી દેવામાં આવશે.