For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટુ ઓફ સ્વૉર્ડ્સ

આ કાર્ડ વિરોધાભાસી પસંદગીઓનો સંકેત આપે છે. તેના ફળકથન મુજબ આપણે જ્યારે બૌદ્ધિકતાભર્યો નિર્ણય લેવાનો હોય ત્યારે જ આપણે ગુંચવાડાભરી પરિસ્થિતિમાં અટવાઈ જઈએ છીએ.. આપણે જ્યારે બહારથી સ્થિર હોવાનો દેખાવ જાળવી રહ્યા હોઈએ ત્યારે એવું પણ બને કે આપણે કદાચ હાલના જીવન પ્રવાહથી વિરુદ્ધ દિશામાં જતા હોઈએ, અને જ્યાં વાસ્તવમાં છે જ નહીં તેવા પડકારો જોઈ રહ્યા હોઈએ. અહીં અંતઃસ્ફુરણા જ આપણને સાચું માર્ગદર્શન આપશે તેવું સૂચન છે. આપણે હળવા થઈને તેનામાર્મિક સંકેતોને ગ્રહણ કરવા જોઈએ. અદ્રશ્ય કુદરતી શક્તિમાં આપણો વિશ્વાસ અને ધૈર્ય આપણને સાનુકૂળ પરિણામો આપશે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.