For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


થ્રી ઓફ સ્વૉર્ડ્સ

આ ટેરો કાર્ડ જાગવાનો સંકેત આપે છે. આ કાર્ડનું ફળકથન અંતરઆત્માનો અવાજ સાંભળીને તેના કારણો સમજવાનો અને તેમાંથી આપણા માટે જે મહત્વનું તેનું મૂલ્યાંકન કરવાનો સંકેત આપે છે. આપણી અંતઃસ્ફુરણાને અહીં ઈશ્વરી સંદેશ તરીકે જોઈ શકાય છે જે આપણા માટે આશીર્વાદપૂર્ણ સાબિત થઈ શકે છે. જાગૃતિની લાગણી કોઈપણ પ્રકારના માનસિક અવરોધોને દૂર કરી શકે છે અને આપણને યોગ્યનિર્ણય તરફ દોરી જાય છે. આપણને એ જ્ઞાન થવું બહુ મહત્વનું છે કે સત્ય અને હિંમત બંને સાથે સાથે જાય છે અને આપણને શેની ઈચ્છા છે તે અંગે પ્રમાણિક રહીએ. જેથી આપણે તે હાંસલ કરવાની દિશામાં આગળ વધી શકીએ.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.