For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


સિક્સ ઓફ સ્વૉર્ડ્સ

આ કાર્ડ સ્વસ્થતા અને નિર્મળતાનું ચિહ્ન છે. તેનો અર્થ એવો થાય છે કે આપણે અત્યાર સુધી સંઘર્ષના સમયગાળામાંથી પસાર થઈને ટોચે પહોંચી શક્યા છીએ, તેથી આપણે હવે સંપૂર્ણ શાંતિનો અનુભવ કરી રહ્યા છીએ. હવે સમય આપણી કસોટી કરે તેવા કોઈ જ સંકેત જણાતા નથી માટે આપણે માનસિક બોજો હળવો કરીને રાહત મેળવવાની જરૂર છે. સાથે સાથે આપણને પોતાની સમસ્યાઓના ઝડપી ઉકેલો સ્વીકારવા સામે પણ ચેતવણી મળી રહી છે કારણ કે આ ઉકેલો ખૂબ ટૂંકા ગાળા માટેના હશે. આપણે જો પોતાના અર્ધ જાગૃત માનસમાં ઊંડા ઊતરીને જોઈએ તો, આપણે પોતાના વિચારો અને લાગણીઓ માટે શ્રેષ્ઠ દિશા શોધી શકીએ. આપણે કપરી પરિસ્થિતિથી દૂર જતા રહીએ તે પણ યોગ્ય છે; કારણ કે આપણે કપરા સમયથી દૂર જતા રહીએ તો વધુ સારો સમય આવવાની આશા મનમાં જીવંત રાખી શકીશું.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.