For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


સેવન ઓફ સ્વૉર્ડ્સ

આ કાર્ડ મુંઝવણના સમયમાં સ્પષ્ટતાનું ચિહ્ન દર્શાવે છે. તે દર્શાવે છે કે, આપણે બે સંભવિત પરિણામો વચ્ચે અટવાયેલા છીએ, અને કદાચ ખોટી દિશામાં આગળ વધી રહ્યા છીએ. આ બધું અચાનક જ આપણી સામે આવે છે, કારણ કે સ્પષ્ટ સંકેતો મળવા છતાં પણ આપણે તે સંકેતોને અવગણવાનું પસંદ કર્યું છે. આ કાર્ડ લાગણીના આવેશભર્યા અને જક્કી સ્વભાવનો સંકેત આપી શકે છે, આથી આપણને આપણે ખરેખર શું ઈચ્છીએ છીએ તે સમજવા પાછળ થોડો સમય આપવાની સલાહ આપવામાં આવે છે. મોટા ભાગે પસંદગીમાં બે વિકલ્પો હોય છે જેમાં એક વિકલ્પમાં અગાઉ અજમાવી હોય અને આપણી પસંદગી પર પાર ઊતરેલી હોય તેવી પસંદગી જ્યારે બીજા વિકલ્પમાં નવી વિચારસરણી સાથે પ્રયોગ અજમાવવાનો હોય છે. તેમાં કોઈ જ વિકલ્પ સાચો કે ખોટો નથી હોતો પરંતુ આપણે જેને પસંદ કરીએ તેને જ વળગી રહીએ તે સૌથી મહત્વનું છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.