For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈન ઓફ સ્વૉર્ડ્સ

આ ટેરો કાર્ડ આપણા મનમાં ઊંડે ઊંડે રહેલા વિચારોનો પર્દાફાશ કરે છે. તે આપણા મનમાં દબાયેલા એવા વિચારોને બહાર લાવે છે. આપણા દિલના ઊંડાણમાં ધરબાયેલા હતા અને આપણે જ્યારે ઓછી જાગૃત અવસ્થામાં હતા ત્યારે સપાટીએ આવ્યા હતા. આપણે ખરેખર અજાણ હોઈએ તેવું પણ બની શકે છે, અથવા આપણે સંકેતો તરફ આંખ આડા કાન કરીએ તેમ પણ બની શકે છે. જો આપણે આંતરિક લાગણીઓ તરફ ધ્યાન ન આપીએ, તો પોતાની અંદર છુપાઈ રહેલી ક્ષમતાઓને બહાર કાઢી શકતા નથી. કોઈપણ ખરાબ અને નબળા વિચારોનો સામનો કરીને આપણે તેને પોતાના મનમાંથી હડસેલી કાઢવા જોઈએ અને તેના સ્થાને ખુશીભર્યા પૉઝિટીવ વિચારો લાવવાની કોશિશ કરવી જોઈએ.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.