For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એઈટ ઓફ સ્વૉર્ડ્સ

આ ટેરો કાર્ડ નિઃસહાય પરિસ્થિતિ દર્શાવે છે. તે એવી સ્થિતિ દર્શાવે છે જ્યાં આપણે આપણા ભય, આશંકાઓ અને અસુરક્ષિતતાના કારણે જાગેલી અસમર્થતાની લાગણીનો સંકેત આપે છે. જ્યારે આપણને ઈશ્વરે વિપુલ સ્ત્રોતોનો ભંડાર આપ્યો છે, ત્યારે આપણે એ હકીકતોને ધ્યાનમાં લેવાનું નકારીએ છીએ. તેનો અર્થ એવો છે કે, આપણે સંપૂર્ણ ચિત્રથી અવગત નથી અથવા તો સત્યનો સામનો કરવા માટે ઈચ્છુક નથી. આપણા મન પર લાગણીએ કબજો જમાવી લીધો છે, આપણે ભાવિ માર્ગને ઓળખવા માટે આપણી બધી ઈન્દ્રીયોને કામે લગાડી દેવાની જરૂર છે. અલગ પરિપ્રેક્ષ્ય આપણને સંઘર્ષ રોકવાનું સામર્થ્ય આપશે, અને આપણા વિચારો આપોઆપ જ એકબીજા સાથે સંકળાઈને યોગ્ય રીતે ગોઠવાતા જશે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.