For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એસ ઓફ સ્વૉર્ડ્સ

આ ટેરો કાર્ડ સુનિયોજન અને એકાગ્રતા સાથે સંબંધ ધરાવે છે. તેનું ફળકથન એ છે કે આ કાર્ડ આપણને, નવાને સ્થાન આપવા માટે જૂનું દૂર કરવાનો તેમ જ પોતાના જીવનમાં વધુ સ્પષ્ટતા લાવવાનો સંકેત આપે છે. જ્યાં સુધી આપણને શું જોઈએ છે તે બાબત અંગે આપણે સ્પષ્ટ રહીએ ત્યાં સુધી નવી શરૂઆત કરવા પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. આપણે બીજાના અભિપ્રાયો જરૂર લેવા જોઈએ, પરંતુ નિર્ણય લેતી વખતે મુંઝાયા વગર ફક્ત કામની વસ્તુ જ ધ્યાનમાં લઈને બીજું બધું જતું કરવું જોઈએ. આપણા વિચારો એ સપનાઓ હાંસલ કરવાની દિશામાં આપણું પ્રથમ સોપાન છે, માટે આપણે તેની જવાબદારી લેવી જરૂરી છે. અને વધુ દ્રષ્ટિકોણ આપે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.