For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટુ ઓફ પેન્ટેકલ્સ

આ કાર્ડ સમાધાનકારી વલણના મૂર્તિમંત પ્રતીક રૂપ છે. આ કાર્ડ આપણને અદ્રશ્ય પરિબળો પર ભરોસો મુકવાનું, અને તેના કારણે આવતા પરિવર્તનોને સ્વીકારવાનું જણાવે છે. તેનો મતલબ એવો નથી કે આપણે તેની સામે ઘુંટણીયા ટેકવી દઈએ; પરંતુ આપણે આપણા લક્ષ્યો પ્રત્યે સતત આગળ વધવાનું ચાલુ રાખવુ જોઈએ. આ માર્ગે આપણે પોતાના વિચારોની પણ કાળજી લેવી જરૂરી છે કારણ કે વિચારો અનંત હોય છે, તેથી તે આપણા કાર્યોને પણ અસર પહોંચાડે છે. આ કારણે, આપણે ભૂતકાળમાં આપણને જે ખરાબ અનુભવો થયા છે તેની નકારાત્મક અસરથી આપણે હતાશ ન થઈ જઈએ તે જોવાનું અને પોતાના નિર્ધારિત ધ્યેયો કેવી રીતે હાંસલ કરી શકાય તેમના પર ધ્યાન આપવાનું જરૂરી છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.