For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


થ્રી ઓફ પેન્ટેકલ્સ

આ ટેરો કાર્ડ આપણે જે કંઈપણ કામ કરીએ તેમાં રચનાત્મકતા લાવે છે. આ કાર્ડ નવા પ્રોજેક્ટના પ્રારંભનો પણ સંકેત આપે છે અથવા નવા વિચારો કે જેને આપણે ટૂંક સમયમાં જ સાકાર કરવાના છીએ તેનો સંકેત આપે છે. આ કાર્ડ આપણી સખત મહેનતને સ્વીકારે છે અને તેનાં સારાં ફળ પણ આપે છે. તેમ જ આપણી અંદર એવી શ્રધ્ધા પૂરે છે કે જો આપણે જો આપણે જો આપણા કાર્યોમાં પરિપૂર્ણતા હાંસલ કરવાનો પ્રયત્ન કરશું તો, આપણી આંતરિક શક્તિ જરૂર તે કાર્યોને પરિપૂર્ણ બનાવશે. આ કાર્ડ આપણને હાલમાં માત્ર પોતાના હાથમાં રહેલા કાર્યોને પૂર્ણ કરવા પર જ નહીં પરંતુ, કુનેહ હાંસલ કરવા પ્રત્યે પણ સજાગ રહેવાનો સંકેત આપે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.