For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટેન ઓફ પેન્ટેકલ્સ

આ ટેરો કાર્ડ ટીમ પ્રેરિત સિદ્ધિનો સંકેત આપે છે. ધ્યેય તરફ આગળ વધતી વખતે આપણા માર્ગમાં આપણને વફાદાર લોકોનો સહકાર મળે છે, જેમણે આપણા સપનાઓને પોતાના સપના બનાવી દીધા છે. તેમની કલ્પના અને દ્રષ્ટિ આપણી કલ્પનાઓ સાથે એકાકાર થઈ ગઈ હોવાથી, આપણે જ્યારે નેતૃત્વ કરી રહ્યા હોઈએ ત્યારે તેમના યોગદાનનું ઋણ સ્વીકારવા માટે સહભાવ અને કુનેહ જરૂરી છે. આ કાર્ડ એવા સમયનો સંકેત આપે છે જ્યારે આપણે તમામ જૂની બાબતો ભૂલી જઈને નવી શરૂઆત કરવાની જરૂર છે, કારણ કે સમયના મુકામ પર આવતા આપણને સમજાઈ ગયું છે કે આપણે કંઈક એવી બાબતોને વળગી રહ્યા છીએ જેમાં હવે કંઈ વિશેષ ઉમેરી શકીએ તેમ નથી. આપણે પોતાની વફાદારીઓ, હેતુ અને જીવન પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ તે અંગે આપણે દીર્ઘદ્રષ્ટિ સાથે જોવાની જરૂર છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.