For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ફાઈવ ઓફ પેન્ટેકલ્સ

આ કાર્ડ સંઘર્ષ બાદ વિજયનો સંકેત આપે છે. આપણને ચેતવવામાં આવે છે કે આપણે એવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યાં પડકારોના રૂપમાં સંખ્યાબંધ આશ્ચર્યો આપણી સામે આવશે, પરંતુ આપણું આત્મબળ આપણને ખાતરી આપશે કે આપણે ચોક્કસ તે સ્થિતિમાંથી બહાર આવી શકીશું. હંમેશા દુઃખની રાત પછી સુખનો સૂરજ ઊગે છે, આથી આપણે ખંત અને ધીરજ જાળવી રાખીને કોઈપણ અવરોધોનો સામનો કરવા માટે અડગ ઊભા રહેવાની જરૂર છે. આ સફરમાં કદાચ આપને કોઈનો સાથ ન મળે તેવી પણ શક્યતા છે, કારણ કે પ્રિયજનોનો વ્યવહાર કદાચ આપણી અપેક્ષા પ્રમાણે સહાનુભૂતિપૂર્ણ ન પણ રહે. આવી પરિસ્થિતિમાં આપણે આત્મનિરીક્ષણ કરવાની અને આપણી માન્યતાઓ તેમ જ આત્મ શ્રદ્ધા સાથે આગળ વધવાની જરૂર છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.