For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટેન ઓફ કપ્સ

આ કાર્ડ તેની સાથે શક્તિ, ડહાપણ અને આંતરિક શાંતિ લાવે છે. દુનિયામાં આપણી ભૂમિકાથી સંતુષ્ટ થઈને, આપણા પર થયેલી કૃપાઓનું આકલન કરવાનો સમય કાઢી લઈએ છીએ, સર્વોચ્ચકક્ષાનો આનંદ માણી રહ્યા છીએ તેને પ્રતિબિંબિત કરી રહ્યા છીએ. આપણે લોકો સાથેના વ્યવહારમાં લાગણીઓનો અતિરેક કરવાનું ટાળવું જોઈએ, ન તો વધારે પડતા આક્રમક બનવું જોઈએ કે ન દુનિયાની દોડમાં પાછળ રહી જવું જોઈએ એવી આપણને સલાહ આપવામાં આવે છે. આવા સંબંધોમાં, પારસ્પરિક આદર અને સમજદારી પૉઝિટીવ ઉર્જા બહાર લાવવાની દિશામાં આપણને આગળ લઈ જાય છે. આ કાર્ડ ભવિષ્યમાં નવી શરૂઆત અને વિશ્વના નવા પરિપ્રેક્ષ્યનું ફળકથન કરે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.