For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


નાઈન ઓફ કપ્સ

આ કાર્ડ આશાઓ ફળીભૂત થવાનો સંકેત આપે છે. આપણે ઘણા લાંબા સમયથી આશા બાંધેલી છે અને એક એક ઈંટ ગોઠવીને સફળતાનો પાયો નાંખ્યો છે. આ તબક્કે, આપણે ભરપુર આત્મવિશ્વાસ ધરાવીએ છીએ અને સંતુષ્ટ છીએ, અને આપણે અત્યાર સુધી કરેલી સખત મહેનતના મીઠા ફળને આવકારી રહ્યા છીએ. સંખ્યાબંધ પછડાટો ખાધા બાદ તેમાંથી ઊભા થઈને તેમ જ આ પડકારોમાંથી અનુભવો મેળવીને આપણે આ સફળતા હાંસલ કરી છે. હવે આપણે હળવાશના નવા તબક્કામાં આવી ગયા છીએ,જેના પગલે બધાના શ્રેયની તેમ જ સંતોષની લાગણી પણ આવી છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.