For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ફોર ઓફ કપ્સ

આ ટેરો કાર્ડ આધ્યાત્મિક અનુભવોનું પ્રવેશદ્વાર ગણાય છે. આ કાર્ડનું ફળકથન આપણને જણાવે છે કે આપની સમક્ષ અનંત બ્રહ્માંડમાં રહેલી અસંખ્ય નવી તકોનો ખજાનો ખુલવાનો છે. આપણે પોતાની ત્રીજી આંખ ખુલ્લી રાખીને પોતાની આસપાસ થતા જાદુને જોવાની જરૂર છે, અને આ રીતે જ આપણે સફળતાના દ્વાર ખોલી શકીશું. એક વખત આપણા દિમાગમાં રહેલી આંટીઘૂંટી ઉકેલાઈ જાય એટલે આપણે શ્રધ્ધા સાથે તેનો સામનો કરીશું અને તેની સામે રક્ષણ મેળવવા માટે તૈયાર રહેવું પડશે. આપણે અગાઉ સિદ્ધિના જે શિખર સર નથી કરી શક્યા ત્યાં સુધી પહોંચાડવા માટે દુનિયા પોતાની રીતે પૂરતા પ્રયત્નો કરશે પરંતુ આપણે પણ શંકા અને ડરના ઘેરામાંથી બહાર આવવું પડશે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.