For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ફાઈવ ઓફ કપ્સ

આ કાર્ડ સૂચવે છે કે આપણે હજુ પણ ભૂતકાળમાં જ અટવાયેલા છીએ. તેનું ફળકથન દિલગીરી અને આત્મદોષના સંકેત આપે છે. આપણે જ્યારે કામ કરીએ ત્યારે આપણને ભાગ્યે જ તે કામગીરીના પરિણામોનો અંદાજ આવે છે, અને આ કાર્ડ આપણને તેમ કરવાનું જણાવે છે. એક વખત આપણે પરિણામોનું પૂર્વાનુમાન કરવા સક્ષમ બની જઈએ એટલે આપણી તમામ સમસ્યાઓનો ઉકેલ સરળતાથી દેખાવા લાગશે, અને આપણે એ દિલની ઈચ્છાનુસર બધુ જ હાંસલ કરી શકીશું. હાલમાં આપણને નબળા બનાવી દેતી આપણા મનમાં ચાલતી નકારાત્મક લાગણીઓ અને આપણે જે ઈચ્છીએ છીએ તેવી આપણી અંદર આત્મસાત્ થઈ જાય તેવી નવચેતનભરી સકારાત્મક ઉર્જા વચ્ચે અંતર છે, અને આ અંતર માત્ર બળવાન ચારિત્ર્ય અને મક્કમ નિર્ધાર જ ઘટાડી શકે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.