For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


એસ ઓફ કપ્સ

આ ટેરો કાર્ડ પ્રેમ અને લાગણીની શક્તિની યાદ અપાવે છે. આ કાર્ડનું ફળકથન માત્ર નવા સંબંધો બંધાવાનો જ નહીં પરંતુ આશીર્વાદનો પણ સંકેત આપે છે. આપણે પોતાના જીવનમાં પ્રેમને સ્થાન આપવું જોઈએ તેવી સલાહ મળે છે, કારણ કે તેનાથી જ આપણા વિચારો અને લાગણીઓ પર સકારાત્મક પ્રભાવ પડે છે જેનાથી જીવનમાં પરિવર્તનનો અનુભવ થાય છે. કાર્ડ પરોક્ષ રીતે એવી ખાતરી આપે છે કે જો આપણે આમ કરીશું તો, આપણે જાગરુકતાના ઉચ્ચ સ્તરે પહોંચી શકીશું અને જીવનનું સૌંદર્ય જોવા માટે વધુ સારી રીતે સજ્જ થઈ શકીશું. સાથે સાથે, આ કાર્ડ હળવેકથી આપણને નિરાભિમાની રહેવાનું જણાવે છે અને આપણે આપણા સંબંધો ગુમાવી દઈએ એટલી હદે અભિમાનમાં ન રહેવાનું શીખવે છે.

ટેરો કાર્ડના ટેબલ પર જોવા મળતો આ સૌથી મોટો હિસ્સો છે.કુલ ૭૮ કાર્ડ ટેરોમાંથી ૫૬ કાર્ડ આ માઈનર અર્કાનામાં આવે છે. માઈનર અર્કાનામાં આવતા કાર્ડ્સમાંથી ૪૦ કાર્ડ સંપૂર્ણપણે માઈનર અર્કાનામાં આવે છે જ્યારે બાકીના ૧૬ કાર્ડ રોયલ અર્કાના અથવા કોર્ટ કાર્ડના છે. મેજર અર્કાના જાતકના જીવનનું વ્યાપર ચિત્ર રજૂ કરે છે જ્યારે માઈનર અર્કાના ચોક્કસ નાની-નાની બાબતોનો સંકેત આપે છે. તેને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છેઃ સ્યૂટ ઑફ સ્વૉર્ડ્સ(સ્વૉર્ડ્સના કાર્ડ) બુદ્ધિચાતુર્ય અને જ્ઞાન, આપણા નિર્ણયો તેમ જ અંતઃપ્રેરણાનો સંકેત આપે છે. સ્યૂટ ઓફ કપ(કપના કાર્ડ)હૃદય સંબંધિત બાબતોનો સંકેત આપે છે, જેમાં પ્રણય સંબંધો અને આપણે જેમની કાળજી લઈએ છીએ તેવા લોકો પણ આવી જાય છે. સ્યૂટ ઓફ વોન્ડ્સ (વોન્ડ્સના કાર્ડ) આપણે જીવનમાં વિવિધ સ્થિતિ અને ઘટનાઓ દરમિયાન જે શક્તિ અને ઉર્જા કામે લગાડીએ છીએ તેનું પ્રતિનિધિત્વ કરે છે. અને અંતે, સ્યૂટ ઓફ પેન્ટેકલ્સ (પેન્ટેકલ્સના કાર્ડ) આપણે કરેલા શ્રમ અને તેનાથી મળતા વળતરનો સંકેત આપે છે.