For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


વર્લ્ડ

વર્લ્ડ (વિશ્વ)એ સૌથી શ્રેષ્ઠ ટેરો કાર્ડ છે જે સફળતા અને સિદ્ધિનો સંકેત આપે છે. આપણે જીવનમાં આ તબક્કે પહોંચી જઈએ ત્યારે તમામ બાબતો થાળે પડી જાય છે અને ઠરીઠામ થઈ જઈએ છીએ. આ સમયે આપણે એવી ઉંચાઈ પર હોઈએ છીએ જ્યાં ભૌતિક સુખસગવડોની મર્યાદાઓ વટાવીને એક અલૌકિક વિશ્વમાં વિહરીએ છીએ. આનો અર્થ એવો નથી કે સિદ્ધિ આપણને એકાએક દૈવયોગે મળી છે; તેનાથી વિપરિત, આપણે સતત ધ્યેયોને ઓળખી શક્યા છીએ અને તે દિશામાં આગળ વધ્યા છીએ. તે એવો પણ સંકેત આપે છે કે ઈશ્વર આપણું ભલું કર્યું છે તે રીતે જ આપણે પણ બીજાનું ભલું કરવું જોઈએ અને આમ થાય ત્યારે જ આપણે જે ઈચ્છીએ છીએ તે બધું જ મેળવી શકીએ છીએ. આપણે જ્યારે અનેક વખત મતભેદોમાં અટવાઈએ છીએ, આપણે તેને બહુ સહજતાથી આપણા જીવનમાં સ્વીકારી લેતા શીખી ગયા છીએ,અને પોતાના લાભ માટે તેનો ઉપયોગ કરીએ છીએ. કેટલીક વખત વિવિધતા કોઈ એક બાબત કે પ્રશ્નને નવો દ્રષ્ટિકોણ આપી શકે છે જેથી આપણે જ્ઞાનસભર થઈ શક્યા છીએ. કાર્ડ ખૂબ જ શુકનવંતુ છે અને સફળતાની શક્યતાઓ ખૂબ જ નિકટમાં છે. આપણે હાલમાં સંતોષ અને પરિપૂર્ણતાની સ્થિતિમાં છીએ, અને આપણું દિલ ખૂબ જ કૃતજ્ઞતાથી છલકાઈ રહ્યું છે પરંતુ આપણે આ અંગે છાપરે ચડીને નથી પોકારી રહ્યા. વર્લ્ડ એ નિર્મળ ખુશી,પરિપૂર્ણતા અને શાંતિ અને સ્વસ્થતાનું કાર્ડ છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.