For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


વ્હિલ ઓફ ફોર્ચ્યુન

ટેરોમાં વ્હિલ (ચક્ર)નું ચિહ્ન આપણા જીવનમાં જે કંઈપણ ચાલી રહ્યું હોય તેમાં ભાગ્યનો સાથ ઉમેરે છે. આપણે જાણીએ જ છીએ કે આપણે જેવું વાવીશું તેવું જ લણીશું, માટે આપના જીવનમાં ઓચિંતી અમુક ઘટનાઓ આવશે જે અણધારી સરપ્રાઈઝ પણ સાથે લાવશે. આથી આ કાર્ડ એવું પણ યાદ અપાવે છે કે કર્મ એ જ જીવનનું સત્ય છે, અને અન્યો પર આપણાં કર્મોની પડતી અસરને આપણે અવગણી ન શકીએ.આનાથી આપોઆપ જ આપણે આપણા વિચારો અને કાર્યો પાછળ વધુ સમય ફાળવશું અને સ્વાર્થીપણું ઘટાડશું. આપણી કલ્પનાઓ માન્યતાઓના આધારે રચાયેલી હોય છે; તે માનવું પણ મહત્વનું છે કે “મગજમાં નવા વિચારો અને કલ્પનાઓ લાવવા માટે જૂના વિચારો દૂર કરવા જરૂરી છે”. આ કાર્ડ નિર્ણાયક તબક્કાનો પણ સંકેત છે, અને આપણને હાલની સ્થિતિને સ્પષ્ટપણે સમજવા માટે એક ડગલું પાછળ આવીને માત્ર અવલોકન કરવાની સલાહ આપે છે. આ ઘણું શુકનવંતુ કાર્ડ છે, અને આપણા માટે એ ઘણું જ મહત્વનું છે કે નસીબે આપણને જે કંઈ આપ્યું છે તેનો લાંબા ગાળાનો પ્રભાવ શું છે તે સ્પષ્ટપણે જોવું અને, દરેક નુકસાનમાં એક નવી તક જોવી. આપણે ઉકેલ તરફ જેમ જેમ આગળ વધીશું તેમ આ ચક્ર વધુ ઝડપથી દોડશે; આપણે ધીરજ ધરવાની જરૂર છે અને બધું જ બરાબર પાર પડશે તેવો વિશ્વાસ રાખવાની જરૂર છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.