For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટાવર

ટાવરનું ટેરો કાર્ડ અણધાર્યા અને બહુ મોટા પરિવર્તનનો સંકેત આપે છે, જે હંમેશા આવકાર્ય નથી હોતું. આવી પરિસ્થિતિ માટે તૈયારી કરવાનો આપણી પાસે સમય ન હોવાથી અણધાર્યા પરિવર્તનને આપણે નામરજીથી જ સ્વીકારીએ છીએ. આ કાર્ડ સતર્ક કરીને જગાડવા માટેના સંકેત તરીકે કામ કરે છે, તે એ હકીકતથી આપણને સચેત કરે છે કે, આપણે આપણી વિચારસરણી એટલી જડ બનાવી દીધી છે કે આવી રહેલા ભયાનક વાવાઝોડાના એંધાણ આપણે જોઈ શકતા નથી. આવી પરિસ્થિતિમાં આપણને પોતાની જાતની કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. અને, આપણા માટે જે બંધબેસતો હોય એ પદાર્થ પાઠ શીખીએ. ફેરફાર સામાન્ય ન હોવાથી, આપણા જીવનમાં તે ઘણીબધી ઉથલપાથલો કરશે, અને આપણને સપનાની દુનિયામાંથી વરવી વાસ્તવિકતા તરફ ધકેલે છે. આપણા મૂલ્યો, આપણી અપેક્ષાઓ, આપણા ધ્યેયો – આ બધું જ આપણી ઈચ્છા મુજબ પાર ન પડે તેનો વિચાર માત્ર આપણને ખિન્ન બનાવી દે છે. અને આપણા અહંને પણ જોરદાર ઠેસ પહોંચાડે છે. આ કાર્ડ લાંબો સમય ટકી રહેનારા પરિવર્તનો સૂચવે છે અને એ પરિવર્તનો સુખદ અને અસરકારક બની રહે તે રીતે આપણા વિચારોને કેળવવાનું જણાવે છે.આપણે બસ એ યાદ રાખવાની જરૂર છે કે આપણને સાચી દિશામાં લઈ જવા માટે આ પરિવર્તનની જરૂર હતી.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.