For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ધ ફૂલ

ધ ફૂલનું કાર્ડ સ્વયંસ્ફુરણા અને ઉત્સાહનું પ્રતીક છે. તેમાં સાહસ અને નવી શરૂઆતનો પણ ભાવ રહેલો હોય છે, જેથી આપણે આગામી સમય ઘણો રસપ્રદ રહેવાની આશા રાખી શકીએ છીએ. આ કાર્ડ આપણને અંતઃસ્ફુરણા પર વિશ્વાસ રાખવા પ્રોત્સાહિત કરે છે, પરંતુ સાથે સાથે નવી સફર એટલે કે નવા સાહસમાં આંખ બંધ કરીને ન ઝુકાવવાની પણ સલાહ આપે છે.કારણ કે તેમાં અણધારી મુશ્કેલીઓ પણ આવી શકે છે. ધ ફૂલનું કાર્ડ આપણને એ વાત પણ યાદ અપાવે છે કે જ્યારે જીવન અનેક આશ્ચર્યો અને અજાણી પરિસ્થિતિઓથી ભરેલું હોય ત્યારે, બધું જ બરાબર પાર પડશે તેવો આપણે ભરોસો રાખવો જોઈએ. આ કાર્ડ દિશા પરિવર્તનનો પણ સંકેત આપે છે. જે એવું પરિવર્તન હશે જે આપને વ્યક્તિગત વિકાસ તરફ દોરી જશે. તેનો અર્થ એવો પણ થાય છે કે આપણે આસ્થા રાખવી જોઈએ અને આપણી સફરમાં આપણને વફાદાર અને સકારાત્મક લોકો મળશે. ફૂલનું કાર્ડ આપણા જીવનપથ પર પ્રકાશ ફેંકે છે અને તેનો અમલ કરીને કેટલીક વખત આપણી તરંગી પ્રેરણાઓ આપણને સપનાઓ તરફ ખેંચી જાય છે, તેથી આપણે તેનાથી ગભરાવું જોઈએ નહીં.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.