For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


ટેમ્પરન્સ

ટેમ્પરન્સ એવું ટેરો કાર્ડ છે જે આપણા જીવનમાં શાંતિ લાવે છે. આપણે ખૂબ જ ભાગદોડભરી જિંદગીમાં એવા અટવાઈ ગયા છીએ કે આપણને હંમેશા ક્યાંક જતા રહેવાનું મન થાય છે. આપણને જીવનમાં ક્યારે ય સંપૂર્ણ શાંતિ નથી અને તે આપણી સમજદારી પર વિપરિત અસર પડે છે. આ કાર્ડ આપણને જણાવે છે કે આપણે થોડો આરામ કરીને અને નરમ પડીને આપણા જીવનમાં નવી ઉર્જાનો સંચાર કરવાની જરૂર છે. આપણા જીવનમાં અનાયાસે બનતી ઘટનાઓ અમુક ચોક્કસ રીતે જ બનતી હોય છે; ભાવનાત્મક સ્થિરતા અને જીવનશક્તિ માટે આ પધ્ધતિ વધુ સેટ થવાની જરૂર છે. આપણે વિચારવા માટે બુધ્ધિ પર ખૂબ જ ધ્યાન આપીએ છીએ, જેના કારણે અંતઃસ્ફુરણા તરફ ધ્યાન આપવાનું તો લગભગ ભૂલી જ જઈએ છીએ. આપણે આપણા દિલને આપણા શરીર અને આત્મા સાથે તાલ મિલાવતા શીખવવું પડશે, અને શરીર આત્માનું આ મિલન આપણને ઈચ્છિત પરિણામો મેળવી આપશે.આપણે જ્યારે આમ કરી શકીએ ત્યારે આપણને આપોઆપ જ શાંતિનો અહેસાસ થવા લાગશે, તે સમયે તોફાની દરિયામાં પણ આત્મબળ અને આંતરિક શાંતિ સાથે સરળતાપૂર્વક પસાર થઈ રહ્યા છો તેવો અનુભવ થશે. આ કાર્ડ જરૂરી ચિત્તશુધ્ધિનો અને આપણી જિંદગીમાં આવતા સૂક્ષ્મ ફેરફારોનો પણ સંકેત આપે છે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.