For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


સન

સન (સૂર્ય)નું ટેરો કાર્ડ આપણને નવી શરૂઆતનો સંકેત આપે છે. તે આપણા જીવનમાં મુંઝવણો અને દુઃખના ઘણા લાંબા તબક્કાના અંતનો સંકેત આપે છે અને, આપણને ઘેરી વળેલા તમામ પડછાયાઓને દૂર કરે છે. આ કાર્ડના કારણે મળતી શક્તિ અપ્રતિમ છે, અને આપણી અંદર એવો આત્મવિશ્વાસ જગાવે છે કે કોઈપણ આશંકાઓ કે ભયથી આપણે મુક્ત છીએ. આપણા જીવનમાં બધી મુંઝવણો અને દ્વિધાઓ દૂર થઈ હવે સ્પષ્ટતાનો સમય શરૂ થઈ ગયો છે, અને આપણે મહત્વપૂર્ણ સફળતાઓનો પણ અનુભવ કરી શકીએ છીએ. આ કાર્ડ જીવનમાં પોઝિટીવીટી અને તેજસ્વિતા પ્રસરાવે છે, તેથી આપણે તેમને આપણી અંદર સમેટી લેવાની જરૂર છે. આ પ્રકારે, આપણી અંદર શક્તિ અને આત્મવિશ્વાસ રેડાશે, અને તમે જ્યાં પણ હાથ લગાડશો તે સોનું થઈ જશે એટલે કે ખૂબ જ સફળતા મળશે. આપણે પોતાના દિમાગને દુનિયા સામે ખુલ્લું મૂકવાની જરૂર છે,અને પોતાના આંતરિક તેજથી અંધારામાં ઉજાસ ફેલાવવાની જરૂર છે. આ કાર્ડ જે તે વ્યક્તિમાં નિર્મળતા અને સર્વોચ્ચ આત્મવિશ્વાસનો સંકેત આપે છે, અને આ ગુણના કારણે સૂર્યમાં આપણે પોતાના સાચા સ્થાનનો દાવો કરી શકીએ છીએ. મન, શરીર અને આત્મામાં પુનઃશક્તિ સંચારથી આપણી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓની વધુ સારી સમજ આવી શકશે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.