For Personal Problems! Talk To Astrologer

ટૅરો કાર્ડ્સ


સ્ટ્રેન્થ

સ્ટ્રેન્થ (શક્તિ)નું ટેરો કાર્ડ આંતરિક શક્તિ અને માલિકીભાવનું પ્રતીક છે. આપણે જ્યારે ઉશ્કેરાયેલા હોઈએ, ત્યારે મોટાભાગે આપણી પડકારજનક સ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ છીએ. તેમ છતાં જો આપણે શાંતિ અને ધૈર્યપૂર્ણ અભિગમ અપનાવીએ તો,આપણે ખૂબ જ ઝડપથી અને અસરકારક રીતે સ્થિતિને ઉકેલી શકીએ છીએ. આ કાર્ડ આપણને કહે છે કે નાણાં, પ્રેમ અને ખ્યાતિ આ બધું જ આપણે મેળવી શકીએ તેમ છીએ, પરંતુ જે મેળવવાની જરૂર છે તે આપણી અંદરની ઈચ્છાશક્તિ, આત્મપ્રેમ અને ખંત છે. સ્ટ્રેન્થનું કાર્ડ આપણી ચારિત્ર્યશુદ્ધતા અને સમાધાનકારી વૃત્તિ, અને વિશ્વસનીયતા તેમ જ સ્વાતંત્ર્યની શક્તિ દર્શાવે છે.આપણા ધૈર્યની કસોટી થાય,અથવા આપણને નિરાશ કરનારા લોકો સાથે કામ કરવાનું હોય તેવા સંજોગોમાં પણ શાંતિ જાળવવાનું માર્ગદર્શન આ કાર્ડ દ્વારા મળે છે. આપણે હંમેશા એક જ વાત યાદ રાખવાની છે કે, આપણે કોઈપણ સ્થિતિમાં વિજય મેળવવાનું સામર્થ્ય ધરાવતા હોવાથી મેદાન છોડીને જવું ન જોઈએ. આ કાર્ડ ભાવિ પડકારોનો પણ સંકેત આપે છે, પરંતુ તેવી ખાતરી પણ આપે છે પણ આ પડકારોને પહોંચી વળવા માટે આપની પાસે અખૂટ શક્તિ છે એવી પણ ખાતરી આપે છે. પરંતુ આના માટે આપણે મૂળભૂત લાગણીઓમાંથી બહાર આવીને પોતાની જાતમાં ઊંડાણપૂર્વક ડોકિયું કરવું પડશે.

અર્કાના રૂઢિપ્રયોગનું મૂળ આર્કેન શબ્દમાં છુપાયેલું છે. ‘મેજર અર્કાના’નો અર્થ ‘સૌથી મોટું રહસ્ય’ થાય છે. ટૅરોના મેજર અર્કાના ડેક પર ટૅરો કાર્ડના પ્રથમ ૨૨ કાર્ડ ગોઠવેલા હોય છે. આ ટેરો કાર્ડ જાતકના જીવનમાં જન્મથી મૃત્યુ સુધીની સફરમાં મહત્વપૂર્ણ ઘટનાઓનો નિર્દેશ કરે છે. આ બાવીસ પૈકી દરેક કાર્ડનો એક ચોક્કસ અર્થ હોય છે અને તેનું ચોક્કસ મહત્વ હોય છે. જેમ કે, મેજર અર્કાનામાં સૌથી પહેલા આવતું કાર્ડ ધ ફૂલ જીવનની સફરમાં આગળ વધતા માસુમ બાળકનો સંકેત આપે છે. ‘ધ લવર્સ કાર્ડ’ દિલ અને સંબંધો સાથે સંકળાયેલું છે. ‘ચેરિઅટ’ કાર્ડ હાલમાં ચાલી રહેલી સફરનો સંકેત છે. ‘ધ ડેથ’ નું કાર્ડ શાશ્વત પરિવર્તન તેમ જ પુનર્જન્મનો સંકેત આપે છે. ‘ધ મૂન’ના કાર્ડનો અર્થ આંતરરિક જ્ઞાનની વૃદ્ધિ સૂચવે છે અને ‘ધ વર્લ્ડ’નું કાર્ડ જન્મના ચક્રનો અંત અને પુનર્જન્મનો સંકેત આપે છે.